Top
Connect Gujarat

બાહુબલી 2 નું શૂટિંગ 613 દિવસ બાદ પૂર્ણ થયુ

બાહુબલી 2 નું શૂટિંગ 613 દિવસ બાદ પૂર્ણ થયુ
X

એસ એસ રાજમૌલી દ્વારા નિર્મિત ટેલિવૂડ ફિલ્મ બાહુબલીએ ભારતીય સિનેમા જગતના લેન્ડસ્કેપ બદલી દીધા હતા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની હતી.

હાલમાં જ બાહુબલી 2નું છેલ્લુ શૂટિંગ 613 દિવસ બાદ પૂર્ણ થયુ હતુ અને આ અંગે ટવિટ કરીને રાજમૌલી એ પ્રભાસનો આભાર માન્યો હતો.આ ફિલ્મ 28 એપ્રિલ ના રોજ રિલીઝ થશે.

આ સિવાય નવેમ્બર 2016 માં બાહુબલી 2 ના ફર્સ્ટ લૂક નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ હતુ જેણે ચાહકોમાં વધુ જિજ્ઞાસા જગાડી છે.

આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત રાણા દગ્ગુબાટી , અનુષ્કા શેટ્ટી , તમન્ના ભાટિયા તેમજ નસારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

ગયા વર્ષે એક પ્રેસ મિટિંગમાં ડિરેક્ટરે જણાવ્યુ હતુ કે બાહુબલી 3 નું કામ પણ ચાલી રહ્યુ છે જેને લઈને દર્શકોમાં તેની સિક્વલ જોવાની આતુરતા વધી રહી છે.

Next Story
Share it