Connect Gujarat

બિગ બોસની ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપશે જેકી ચેન

બિગ બોસની ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપશે જેકી ચેન
X

પોતાની આગામી ઇન્ટરનેશનલ ફિલ્મ કુંગ ફુ યોગના પ્રમોશન માટે ભારત આવેલા ચીની સુપરસ્ટાર જેકી ચેન બિગ બોસની દસમી સીઝનની ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપવાના છે.

હાલ અતિવ્યસ્ત ચાલી રહેલા 62 વર્ષીય અભિનેતા જેકી ચેન સોમવારે ધ કપિલ શર્મા શોમાં પોતાની સ્ટારકાસ્ટ સાથે હાજરી આપી હતી, ત્યારબાદ જેકીએ રાત્રે સલમાન ખાન સાથે ડિનર કર્યું હતુ, જેકી ચેન પાસે ખુબ જ મર્યાદિત સમય હોવાથી તેના ભાગનું શુટિંગ સલમાન ખાને મુંબઈ ખાતેના એક સ્ટુડિયોમાં રાખ્યુ છે, સલમાન ખાન જેકી ચેનનો મોટો પ્રશંસક છે અને તેને મળવા તે પોતાનું શુટિંગ પડતુ મૂકી મુંબઈ આવ્યો હતો, આ સપ્તાહ જેકી ચેન બિગ બોસ અને કપિલ શર્મા શોમાં એક જ સમયે જોવા મળવાનો છે. ત્યારબાદ ફરી એકવાર સલમાન ખાન સાથે બિગ બોસની ગ્રાન્ડ ફિનાલેમાં તે દર્શકોને જોવા મળશે.

જેકી ચેનને ભારતીય સંસ્કૃતિ ખુબ જ પસંદ છે, જેકી ચેને અત્યાર સુધી 200 ફિલ્મો કરી છે અને તેની આગામી ફિલ્મ કુંગ ફુ યોગા માર્શલ આર્ટ્સ પર આધારિત છે. જેમાં સોનુ સુદ નકારાત્મક કિરદાર ભજવી રહ્યો છે, ફિલ્મ કુંગ ફુ યોગા ત્રીજી ફેબ્રુઆરીએ ભારતભરમાં હિન્દી, તમિલ, તેલુગુ એમ ત્રણ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

Next Story
Share it