Connect Gujarat

બિહાર થી ટ્રેન મારફતે દિલ્હીની તિહાર જેલમાં લઇ જવામાં આવ્યો શાહબુદ્દીનને

બિહાર થી ટ્રેન મારફતે દિલ્હીની તિહાર જેલમાં લઇ જવામાં આવ્યો શાહબુદ્દીનને
X

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર માફિયા ડોન અને આરજેડીના પૂર્વ સાંસદ મોહમદ શાહબુદ્દીનને બિહારની સિવાન જેલમાંથી દિલ્હીની તિહાર જેલમાં લઇ જવામાં આવ્યો છે. શનિવારના રોજ ખુબ જ ગોપનીય રીતે તેને સિવાન જેલમાંથી કાઢીને પટનાની બેઉર જેલમાં રાખવામાં આવ્યો હતો.

જ્યાંથી શાહબુદ્દીનને શાંતિ એક્સપ્રેસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દિલ્હી રવાના કરવામાં આવ્યો હતો. જેમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, બિહારની મિલિટ્રી પોલીસ અને લગભગ 50 જેટલા ટ્રેનમાં હતા.

શાહબુદ્દીનને દિલ્હીની તિહાર જેલ ખાતે લાવવામાં આવ્યો હતો અને તેને જેલ નં. 2 માં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story
Share it