Connect Gujarat
બ્લોગ

બીજી મા સિનેમા : ‘ચાલ જીવી લઈએ’

બીજી મા સિનેમા :  ‘ચાલ જીવી લઈએ’
X

‘પોન ટાઈન ગ્લાયમો’ ના શિકાર આપ બન્યા છો. ૮ સેકન્ડ થી ૮ વર્ષ સુધી આપ જીવી શકશો. નિવૃત્ત પિતાનો રિપોર્ટ જોઈને ડો.વાડિયા ( અરૂણા ઈરાની ) ગંભીરતાપૂર્વક આ નિદાન પુત્ર આદિત્ય ( યશ સોની ) સામે કરે અને બીજા જ દ્રશ્યમાં જીવલેણ રોગનો શિકાર બનેલા પિતા બિપિનચંદ્ર પરીખ ( સિદ્ધાર્થ રાંદેરિયા ) પેથોલોજીક લેબોરેટરી માંથી આવેલો રિપોર્ટ ઉકેલે અને રોગને સાદી સરળ ભાષામાં ‘બ્રેઈન ટ્યુમર’ કહેવાય એવુ સમજે, અને શરૂ થાય ફિલ્મની વાર્તાની આંટીઘૂંટી.

‘મારી અંતિમ ઈચ્છા છે’ એમ કહીને ઈચ્છાઓનું લિસ્ટ લંબાતું જાય છે સૌથી પહેલા ઋષિકેશ, ચોપટા, અમોલી, કેદારનાથની યાત્રા ખુલ્લી જીપમાં શરૂ થાય.

દિગ્દર્શક વિપુલ મહેતાએ પ્રતિક પરમારની વિડિયોગ્રાફી ટીમ, ટેકનીશ્યન ટીમને ખુલ્લુ મેદાન આપ્યું છે. ‘સચીન-જીગર’નું કર્ણપ્રિય સંગીત છે ‘ચાંદને કહો કે આથમે નહીં’ ગીત ભૂમિ ત્રિવેદી અને સોનુ નિગમના સ્વરમાં ફિલ્મમાં ઉતાર ચઢાવ સમયે આવ્યા જ કરશે. કેતકી મહેતા ( આરોહી પટેલ ) બિન્દાસ્ત, ચૂલબૂલી, પિતા-પુત્ર સાથે સફરમાં જોડાય છે એની વિગતે વાત લખીશ તો ફિલ્મ જોવામાં મજા નહી પડે.

સંવાદ જેનિષ ઈજારદારે ચોટદાર લખ્યા છે :

  • આંસુ બહુ કિંમતી છે, આંસુ એટલે ૧ ટકો પાણી અને ૯૯ ટકા લાગણી.
  • આ અકસ્માત નથી અણસાર છે.
  • ‘મૃત્યુ પહેલા જીવન જીવવાનો એલાર્મ’

ગુજરાતી ફિલ્મ માંથી ચોયણા-ઘાઘરા, ફેટા-પાઘડી, ગરબો ગયા, હવે ખાખરા, થેપલા, ગાંઠીયા રહ્યા.

એની વે ‘ચાલ જીવી લઈએ’ દોડીને જોવાની જરૂર નથી, ચાલતા જશો તો નિરાશ નહી થાવ. શુભસ્થ શીઘ્રમ્.

Next Story