Top
Connect Gujarat

બીજી મા સિનેમા : વર્તમાન સરકારનો માસ્ટર સ્ટ્રોક : ઇન્દુ સરકાર

બીજી મા સિનેમા : વર્તમાન સરકારનો માસ્ટર સ્ટ્રોક : ઇન્દુ સરકાર
X

“મમ્મી કે પલ્લુ પર લટકે આપ વિધાયક બનતે હો, અબ અપની ઔકાત મેં રહો, ગેટ આઉટ, જ્યાદા આવાજ ઊંચી કી તો મીસામેં અંદર કરવા દૂંગા.”

ફિલ્મ ઇન્દુ સરકારમાં સંજય ગાંધીની ભૂમિકામાં નીલ નીતિન મુકેશનો અભિનય નખશિખ પરફેક્ટ.

મેક-અપમેન વિક્રમ ગાયકવાડને સેલ્યુટ.

ઈમરજન્સીની વિપરીત અસરોની ફરિયાદ કરતા એક પ્રધાનને ખુલ્લી દમદાટી આપતા સંજય ગાંધી ઉપરોક્ત સંવાદ બોલે છે.

બીજો એક સંવાદ :

પજામેંકા નાડા નહિ બદલ શકતે

ઔર દેશ ચલાને કી બાત કરતે હો.

ડાયરેક્ટર મધુર ભંડારકર તણખો એવી જગ્યાએ નાખે કે ભડકો થયા વગર રહી જ ના શકે.

યાદ કરો : ચાંદની બાર, ટ્રાફિક સિગ્નલ, પેજ-૩, સટ્ટા, કોર્પોરેટ, ફેશન, ફિલ્મોને.

ઇન્દુ સરકાર ફિલ્મનો વિષય : ૧૯૭૫ ઈમરજન્સી. “ભારત કી પ્રગતિ કે લિયે પોપ્યુલેશન કંટ્રોલ જરૂરી હૈ”

પાંચ મુદ્દાનો કાર્યક્રમ, ૨૦ મુદ્દાનો બને

દરેક ગામમાંથી ૩૦૦ નસબંદી ફરજીયાત કરાવવાની જે આંકડો ૭૦૦ પર પહોંચે.

અબાલ વૃધ્ધ કોઈને પણ ઘરમાંથી બળજબરી કરીને પોલીસ ભૂરા ડબ્બામાં ઘેંટા-બકરા ભરે એમ નસબંદી કેમ્પમાં ઠાલવે. ૧૮ વર્ષના કુંવારાથી ૬૫ વર્ષના બુઢ્ઢાની નસબંદી કરી નાખવામાં આવે. વહિવટીતંત્રને માત્ર ટાર્ગેટ પૂરો કરવાની ઉતાવળ.

“સરકારે ચેલેન્જીસસે નહિ ચાબુક સે ચલતી હૈ.”

“ઈમરજન્સી મેં ઈમોશન્સ નહિ મેરે ઓડર્સ ચલતે હૈ”

સંજય છેલ સંવાદ લેખક અનિલ પાંડેએ સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખ્યા છે. અનુપમ ખેર નાના પ્રધાનના રોલમાં એસ યુઝવલ સુપર્બ

“ભારતકી એક બેટીને દેશ કો બંદી બનાયા હુવા હૈ, તુમ વો બેટી બનો જો દેશકો મુક્તિકા માર્ગ દિખા શકો.-અનુપમ ખેર.

આજની પેઢી ઈમરજન્સી વિશે જાણે,સાંભળે, ઈમરજન્સી એટલે પ્રજા પર કેવો જુલમ થતો હતો, ચોથી જાગીર પર કાળો કેર વર્તાવવામાં આવેલો. સરકાર વિરુધ્ધ એક શબ્દ પણ ન બોલી શકાય કે લખી શકાય. પ્રિન્ટીંગ પ્રેસ પર છાપા પડે. રિપોર્ટરે વિરુધ્ધ લખ્યું હોય તો જેલમાં ધકેલાય. પ્રિન્ટીંગ પ્રેસને આગ લગાડી દેવાય.

છાપો મારના સરકારી અધિકારીને રીપોર્ટર ખુલાસો આપતા કહે “આ વાક્ય મારું નથી ગાંધીજીનું છે.”

અધિકારી બોલે, “ ઇસ દેશમે ગાંધી કે માયને બદલ ચુકે હૈ.”

મુખ્ય ભૂમિકામાં કીર્તિ લહેરી ઇન્દુ સરકાર તરીકે અમિતાભ બચ્ચનના ‘પિંક’ની ત્રણ છોકરીઓમાંની એક

સંવાદ :

“ઇસ કુરુક્ષેત્રમેં હાથ કાપેંગે તો નહિ”.-અનુપમ ખેર

અર્જુન કે ઈરાદે હિલ શકતે હૈ,

ઘાયલ દ્રૌપદી કે નહિ - ઇન્દુ સરકાર

તું ઔર તેરા સંગઠન કે લોગ સારી જિંદગી જેલમેં સડતે રહોગે -પોલીસ ઇન્સ્પેકટર

“ઔર તુમ લોગ જિંદગીભર મા - બેટેકી ગુલામી કરતે રહો - ઇન્દુ સરકાર

અઝીઝ નાઝાની કવ્વાલી ‘ચઢતા સૂરજ’ વીસમી સદીની છેલ્લી દશાબ્દી સ્મરણપટ પર ખડી કરી દે.

ચુસ્ત કોંગ્રેસીઓએ આ ફિલ્મ બે વાર જોવી જેથી ભૂલ સમજાય અને ભાજપાના સૈનિકોએ એકવાર તો જોવી જ જેથી તર્કશક્તિ ધારદાર બનશે .. વંદે માતરમ્

Next Story
Share it