Connect Gujarat
ગુજરાત

બીલીમોરામાં મહિલા તબીબે દર્દીઓને તપાસવાનો ઇન્કાર કરતાં મચ્યો હંગામો

બીલીમોરામાં મહિલા તબીબે દર્દીઓને તપાસવાનો ઇન્કાર કરતાં મચ્યો હંગામો
X

નવસારીના બીલીમોરા શહેરમાં આવેલ મેન્ગ્યુસી હોસ્પિલના મહિલા તબીબે દર્દીઓને તપાસવાનો ઇન્કાર કરતાં હોબાળો મચી ગયો હતો. દર્દીઓ સાથે તબીબે ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાના પણ આક્ષેપો થઇ રહયાં છે.

નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાને રાહત થાય એ માટે રાજ્ય સરકારે મેન્ગ્યુસી હોસ્પિટલમાં સેવાઓ શરૂ કરી છે. જે નિર્વિવાદ ચાલી રહી હતી પરંતુ ત્યાંના એક હિન્દીભાષી મહિલા તબીબ દ્વારા ગુજરાતી દર્દી સાથે કરવામાં આવતાં વર્તનને લઈને લોકોએ હંગામો મચાવ્યો હતો. જ્યારે હોસ્પિટલના કર્મચારીઓ પણ આ મહિલા તબીબથી કંટાળી જતા લેખિત ફરિયાદ પણ કરી ચુક્યા છે મહિલા તબીબને વર્તનના ભોગ બનેલા દર્દીઓ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતાં તબીબ પર ગંભીર આક્ષેપો લગાવ્યાં હતાં.

મેન્ગ્યુસી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ સાથેના વર્તન ને લઈને હોસ્પિટલમાં હંગામો મચાવતા જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી. તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારીએ મેન્ગ્યુસી હોસ્પિટલ પોહચીને કાર્યવાહી છે. હોસ્પિટલના અન્ય કર્મીઓ પણ મહિલા તબીબ થી તોબા પોકારી ઉઠયા છે સાથે બીલીમોરા વિપક્ષી સભ્યો પણ આ મામલે હોસ્પિટલમાં દોડી આવીને મહિલા તબીબ સામે વિરોધ કર્યો હતો.

રાજ્યમાં સારી સેવાઓ મળી શકે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બનીને કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે જેમાં સરકારી તબીબોને પણ ધરખમ પગાર આપવામાં આવી રહયો છે ત્યારે તબીબોએ પોતાની ફરજ નિષ્ઠાથી કરવાની હોય છે પણ એક સાથે બધા જ દર્દી અને હોસ્પિટલના કર્મચારીઓ મહિલા તબીબના વર્તન સામે વાંધો ઉઠાવ્યો એજ મહિલા તબીબને સ્વભાવથી વાકેફ કરે છે.

Next Story
Share it