Connect Gujarat
ગુજરાત

બીલીમોરા પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા ન અપાતા લોકોમાં રોષ

બીલીમોરા પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા ન અપાતા લોકોમાં રોષ
X

ગરજ સરીને વૈદ્ય વેરી એવો ઘાટ નવસારીના બીલીમોરાના દલિતોનો થયો છે. ૮૦ વર્ષથી ગાયક્વાડમીલ ની માલિકીમાં રહેતા દલિત કામદારો મિલ બંધ થતા માલિકોએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે અને સરકારના વિકાસ પર ખાનગી માલિકોએ રોક લગાવતા ૪૦૦ પરિવારો પ્રાથમિક સુવિધા થી દૂર રહ્યા છે. જેના માટે બીલીમોરા પાલિકા મથામણ કરી રહી છે અને દલિતો ન્યાયની લડતનું આંદોલન કરી ઉપવાસ પર બેઠા છે.

એક જમાનાની શાખ ધરાવતી નવસારી જિલ્લામાં આવેલ ગાયકવાડ મિલ આ પંથકના લોકોમાટે આશીર્વાદરૂપ બની હતી અને મિલમાં કામ કરતા કામદારો સારો એવો નફો મિલ માલિકોને રડી આપતા હતા પરંતુ છેલ્લા ૨૫ જેટલા વર્ષથી બંધ પડેલ મિલના કામદારો રજળતા થયા છે એતો ઠીક છે પરંતુ ૮૦વર્ષ થી વસવાટ ગરીબ કામદારોનો આશીયાનો છીનવી લેવાની પેરવી થી મિલમાલિકોએ બીલીમોરા પાલિકાને પ્રાથમિક સુવિધા ઉભી કરવાની સંમતિ ન આપતા ગરીબ બેસહારા દલિતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતર્યા છે.

બીલીમોરા પાલિકામાં ભાજપની સત્તા સામે ભાજપના દલિત નગરસેવકો બીલીમોરા પટાંગણમાં પોતાના સમાજને લઈને ધારણાઓ પર બેઠા છે ત્યારે મિલ માલિકોનું પેટનું પાણી પણ હાલ્યું નથી જેના કારણે પાલિકા દુવિધામાં મૂકાયને ગાંધીનગરના ચક્કરો લગાવી રહી છે ત્યારે બીલીમોરા પાલિકામાં પણ મુખ્યમંત્રી કાર્યાલયે થી યોગ્ય ઘટતું કરવા માટે પત્ર આવતા પાલિકા વધુ કામ કરવાનો ઉત્સાહ તો બતાવી રહી છે પરંતુ સ્પેશિયલ પાવર રાજ્ય સરકાર તરફથી મળે તેની રાહ જોઈ રહી છે.

Next Story