હોસ્પિટલમાં બે પશુ ડોકટર અને બે વોલીયન્ટર્સ સહીત ૪વ્યક્તિનો સ્ટાફ ૨૪ કલાક માટે કાર્યરત રહે છે.

કવિ મીનપ્યાસી એ એક સુંદર કવિતા દ્વારા મૃત્યુ બાદ ‘પરમેશ્વર પૂછશે કે , કોઈના સુખદુખ જોતાયા, આ દર્દભરી દુનિયામાં જઈને કોઈના આંસુ લૂછ્યા તા’, કબૂતરો નું ઘુ….ઘુ….ઘુ…. કવિતા પાઠ્યપુસ્તક માં ભણવામાં આવતી જે આજે મહતમ લોકોને કંઠસ્ત હશે પરમેશ્વર ને આ પ્રકાર નું કદાચ જામનગરની બર્ડ હોસ્પિટલના સંચાલકો અને પર્યાવરણ પ્રેમીઓને પૂછવાની જરૂર નહિ પડે કારણ કે છેલ્લા ૨ વર્ષ માં આ હોસ્પીટલે ૧૩૦૦૦ થી વધુ નિર્દોષ પક્ષીઓને નવજીવન આપ્યું છે.

જામનગર ના જામસાહેબ શત્રુશલ્યસિંહજી એ સાત રસ્તા નજીક બર્ડ હોસ્પિટલ માટે વિશાળ જગ્યા ફાળવી નગર ને એક અદ્યતન બર્ડ હોસ્પિટલ મળી રહે તેવા પક્ષીપ્રેમીઓના સ્વપ્નને સાકાર કર્યું. સુરતની બ્યુટી વિધાઉટ બુટાલીટી સંસ્થાને પક્ષીપ્રેમી કેતનભાઈ નિરંજનીના પ્રયત્નોથી વિશ્વ પ્રસિદ્ધ પક્ષીપ્રેમી જામસાહેબના મિત્ર પીટર સ્કોટના નામ પરથી ગુજરાતની સૌ પ્રથમ આઈસીયુ યુનિટ સાથેની બર્ડ હોસ્પિટલ તેના સ્થાપનાના સફળ બે વર્ષ પૂર્ણ કર્યા છે. સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલના સંચાલક કેતનભાઈ નિરંજનીએ જણાવ્યા અનુસાર બે વર્ષ દરમિયાન સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલમાં ૧૩૦૦૦ થી વધુ પક્ષીઓને સારવાર આપી ફરી ખુલ્લા આકાશમાં તેને છોડી મુકવામાં આવ્યા છે.

ઘાયલ પક્ષીઓમાં મોટાભાગે કબુતર, મોર અને કાબર પક્ષી હોય છે બે વર્ષ માં ૨૫૦૦ થી વધુ કબુતર અને ૮૫૦ થી વધુ મોર અને ચકલી પોપટ પેલીકન કુંજ કાકણસાર રોઝીસ્ટર્લીંગ સમડી કાગડા અને સીગલ પક્ષી ઓને સારવાર આપવામાં આવી છે. બે વર્ષ દરમિયાન સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલમાં દેશભરના પ્રસિદ્ધ પક્ષીવિદો વાઈલ્ડ લાઈફ તસવીરકારો, વનવિભાગના અધિકરિઓતેમજ સરકારના મંત્રીઓ સહીત શ્રીલંકા,ભૂતાન બાંગ્લાદેશ નેપાળ અને ઓસ્ટ્રેલિયા સહિતના વિદેશના તસવીરકારો  મુલાકાત લઇ ચુક્યા છે.

૨૦૦૦૦ ફૂટની વિશાળ જગ્યા માં પથરાયેલી આ હોસ્પિટલ એકસાથે ૧૩૫ થી વધુ પક્ષીઓને સારવાર માટે રાખી શકવા સક્ષમ છે મોટા પાંજરાઓના કારણે પેલીકન અને કુંજ, મોર જેવા પક્ષીઓ પણ લાંબો સમય સારવાર માટે રાખી શકાય છે ખાસ આઈસીયુ યુનિટ માં પક્ષીઓને ખાસ પ્રકાર ના તાપમાન હેઠળ રાખવામાં આવે છે જેને કારણે તેનેન સારવાર માં મદદ મળી શકે છે.

હાલ સરપીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ માં બે પશુ ડોકટર અને બે વોલ્યેનતર્સ સહીત ચાર વ્યક્તિનો સ્ટાફ ૨૪ કલાક માટે કાર્યરત રહે છે. આ ઉપરાંત ૧૦ માનદસેવા આપનારા યુવાનો પણ બર્ડ હોસ્પિટલ ની હેલ્પલાઈન નંબર પર કોલ આવતા રેસ્ક્યુ માટે દોડી જાય છે જામનગર આજુબાજુ ના જીલ્લાઓમાં પક્ષીઓ માટેની આ પ્રકાર ની સુવિધાસભર હોસ્પિટલ ના હોય પોરબંદર, માધાપુર – ઘેડ, દ્વારકા જુનાગઢ અને જસદણ થી પણ ઘાયલ પક્ષીઓ સારવાર માટે આ હોસ્પિટલમાં આવે છે. ની:સ્વાર્થ , લાલચ લોભ વગર એવોર્ડ-રીવોર્ડ ની અપેક્ષા વગર અને રૂપિયાની બદલે કર્મ ની મૂડીનું ભાથું વધારતા બર્ડ હોસ્પિટલ ના આયોજકો સંચાલકો હોસ્પિટલ માં સેવા આપી રહ્યા છે.

 

LEAVE A REPLY