બોટાદ : રામ રાખે તેને કોણ ચાખે, બસ નીચે આવ્યા બાદ પણ 3 યુવકોનો થયો ચમત્કારીક બચાવ

69

બોટાદમા માર્કેટીંગ યાર્ડ પાસે ખાનગી બસ અને ત્રણ બાઈક સવાર યુવકના અકસ્માતનો વિડીયો સોશીયલ મિડીયામા ધુમ મચાવી રહ્યો છે. જે ઘટના સીસીટીવીમા પણ કેદ થઈ છે. સીસીટીવીમા સપષ્ટ પણે જોઈ શકાય છે ત્રણ સવારી બાઈક કઈ રીતે ખાનગી બસની નીચે ઘુસી જાઈ છે. જે બાદ બસ ચાલકનુ ધ્યાન જતા તે બસ ઉભી પણ રાખી દે છે. જો કે ત્યા સુધીમા ત્રણેય બાઈક સવાર બસની નીચે ગરકાવ થઈ ગયા હોઈ છે.

ત્યારે આપણે ત્યા એક કહેવત છે તે મુજબ રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તી અનુસાર ત્રણેય શખ્સોનો ચમત્કારીક બચાવ થાય છે. જેથી તેઓ બસની નીચેથી બહાર આવી જાય છે. આ ઘટનામા કોઈ પણ શખ્સને ઈજા ન પહોંચી હોઈ તેમજ સમધાાનીક વલણ બંને પક્ષો દ્વારા દાખવતા પોલીસ ફરીયાદ દાખલ થવા પામી નથી.

LEAVE A REPLY