Connect Gujarat

બોટાદ : સાળંગપુર દર્શન કરી પરત ફરતા આણંદના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોનું મોત

બોટાદ : સાળંગપુર દર્શન કરી પરત ફરતા આણંદના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોનું મોત
X

મળતી માહિતી અનુસાર, બોટાદ

જિલ્લાના ગઢડા તાલુકાના સાળંગપુર ગામે આંણદ જીલ્લાના પેટલાદ તાલુકાના પંડોલી ગામનો સોલંકી પરિવાર જગવિખ્યાત

કષ્ટભંજન હનુમાન મહારાજના દર્શન કરવા માટે આવ્યો હતો, ત્યારે આ પરિવાર દર્શન કરી પરત

પોતાના ગામ તરફ CNG રિક્ષામાં જઇ રહ્યો હતો, તે દરમ્યાન સાંળગપુરથી થોડે દૂર ભાભાની વડલી તરીકે ઓળખાતા વિસ્તાર નજીક બોટાદ તરફથી આવી રહેલ હોન્ડા સિટી કારના ચાલકે ધડાકાભેર પોતાનું વાહન રીક્ષા સાથે ભટકાવ્યું હતું. જેના કારણે રીક્ષા રોડ સાઈડના ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો.

અકસ્માતના પગલે રિક્ષામાં

સવાર નાના મોટા મળી કુલ 9

વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોચી હતી. જે પૈકી 40 વર્ષીય મનુ સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

નીપજ્યું હતું. જ્યારે 8 ઇજાગ્રસ્તોને આપાતકાલીન સેવા 108 દ્વારા ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખાતે સારવાર

અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પણ મનુ સોલંકીના પત્ની સુમિત્રાબેન તથા તેમના 17 વર્ષીય પુત્ર

વિષ્ણુનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં કુલ મૃતઆંક 3 સુધી પહોચ્યો હતો. એક જ પરિવારના ૩ સભ્યના મોતથી ભારે ગમગીની વ્યાપી જવા પામી હતી, જ્યારે અન્ય 6 ઇજાગ્રસ્તો હાલ સારવાર લઈ રહ્યા છે. સમગ્ર બનાવની જાણ બોટાદ

પોલીસને થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક દોડી આવી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story
Share it