Connect Gujarat
ગુજરાત

બોડેલી : અલીપુરાની પ્રા.શાળામાંથી રવિવારની રજામાં આચાર્ય મહિલા સાથે ઝડપાયો

બોડેલી : અલીપુરાની પ્રા.શાળામાંથી રવિવારની રજામાં આચાર્ય  મહિલા સાથે ઝડપાયો
X

છોટાઉદેપુર

જિલ્લાના બોડેલી ખાતે આવેલી અલીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય રવિવારની રજાના દિવસે

મહિલા સાથે વર્ગખંડમાં ઘુસ્યાં હતાં પણ સ્થાનિક લોકોને જાણ થઇ જતાં તેમના રંગમાં

ભંગ પડયો હતો. લોકોએ કલાસને બહારથી બંધ કરી પોલીસ બોલાવી લેતાં બંનેનો ભાંડો ફુટી ગયો હતો.

બોડેલી ખાતે આવેલી પ્રાથમિક શાળા રહેણાક વિસ્તારમાં આવેલી છે અને આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે અમરત બામણીયા ફરજ બજાવી રહ્યો છે . રહીશો નો આક્ષેપ છે કે તે અવાર નવાર શાળામાં મહિલાને સાથે લાવી તેની સાથે વર્ગખંડમાં જ રાત્રિ રોકાણ કરતો હતો. તેની આવી હરકતથી લોકો પરેશાન થઇ ગયાં છે. રવિવારના રાત્રિના સમયે તે મહિલા સાથે વર્ગખંડમાં હોવાની માહીતી મળતાં લોકો ભેગા થઇ ગયાં હતાં. તેમણે કલાસને બહારથી બંધ કરી પોલીસ બોલાવી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી કલાસ રૂમમાંથી આચાર્ય અને મહિલાને બહાર કાઢયાં હતાં. આચાર્યએ તેની સાથે રહેલી મહિલા તેની પત્ની હોવાની કેફીયત રજૂ કરી હતી. પોલીસ સ્ટેશન લઇ જવાતાં આચાર્યએ તેનો રંગ બદલ્યો હતો અને મહિલાને પોતાની ફોઇની દીકરી હોવાનો રાગ આલાપ્યો હતો. શાળામાં રવિવારના દિવસે રજા હોય છે ત્યારે આચાર્ય રજાના દિવસે શાળામાં કેમ આવ્યો અને મહિલા સાથે વર્ગખંડમાં શું કરતો હતો સહિતના અનેક સવાલો ઉભા થયાં છે. બીજી તરફ અધિકારીઓ અને પદાધિકારીઓ આખી ઘટનાને વખોડી રહયાં છે.

Next Story
Share it