Top
Connect Gujarat

બોરસદમાં છેતરપીંડીના ગુનાનો આરોપી આઠ વર્ષે ઝડપાયો

બોરસદમાં છેતરપીંડીના ગુનાનો  આરોપી આઠ વર્ષે ઝડપાયો
X

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બોરસદમાં છેતરપીંડી કરીને આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હથધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહેશ મથુરભાઇ પટેલ રહે. જગન્નાથપુરી સોસાયટી, સમતા વડોદરાનાની અટકાયત કરીને પુછપરછ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન વર્ષ 2009માં આણંદ જીલ્લાના બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધાયેલ હોવાનુ જાણવા મળ્યુ હતુ.

પોલીસે આરોપી મથુર પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરીને બોરસદ ટાઉન પોલીસને હવાલે કરી દીધો હતો. વધુમાં પકડાયેલ ઇસમની પ્રાથમિક પુછપરછ દરમિયાન વર્ષ 2009માં સુભાનપુરા ખાતે આવેલ પુજર કોમ્પલેક્ષમાં વીમાને લગતા કામ માટે ઓફિસ લીધી હતી.

જે ઓફિસમાં વિઝાનું કામ કરતા યોગેશ પટેલ નામના વ્યક્તિ સાથે મળીને આરોપીએ લોકોના વિઝાના લીધેલા રૂપિયા પરત કરવા માટે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા, જે અંગે પણ છેતરપીંડીનો ગુનો દર્જ કરવામાં આવ્યો હતો.

Next Story
Share it