બોરસદ તાલુકામાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

બોરસદના
નાપા ખાતે થી આજે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કારવમાં આવ્યું હતું. આણંદ સાંસદ મિતેષ પટેલની
આગેવાનીમાં આ યાત્રાનો પ્રારંભ થયો હતો. નાપા થી નીકળેલ આ યાત્રા બોરસદ તાલુકાના વિવિધ ગામો
માંથી પસાર થઈ હતી. જ્યાં સાંસદે લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.
સરકાર
દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના પ્રસંગે દરેક લોકસભા વિસ્તાર
માં ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કારવમાં આવ્યો હતો. જેના ભાગ રૂપે આજે આણંદ સાંસદ
મિતેષ પટેલની આગેવાનીમાં બોરસદ તાલુકાના નાપા ગામ ખાતે થી કે જ્યાં પૂજ્ય બાપુ એ
રાત્રી રોકાણ કર્યું હતું. ત્યાંથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાપા થી નીકળેલ આ યાત્રા બોરસદ
તાલુકાના અલગ અલગ ગામો માં ફરી હતી. જ્યાં સાંસદ મિતેષ પટેલે ગ્રામજનોને
સ્વચ્છતાના સંકલ્પ લેવડાવ્યા હતા.
બોરસદ
જેડી પટેલ હાઈસ્કૂલ કે જ્યાંના ઝરૂખા પર થી ગાંધીજી ઐતિહાસિક ભાષણ કર્યું હતું.
ત્યાં પણ સાંસદે નમન કરી આ યાત્રાને આગળ ધપાવી હતી. આમ બોરસદ તાલુકામાં વિવિધ
ગામોમાં સાંસદની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપના
અગ્રણી રમણ સોલંકી , વિજયસિંહ રાજ , સુભાષ બારોટ, દિપક પટેલ, દુષ્યંત પટેલ, કમલેશ પટેલ, શૈલેષ નગરશેઠ, કૌશિક પટેલ, રાજુભાઇ પટેલ, અલ્પાબેન પટેલ, વીરેન્દ્ર સિંહ માહિડા, પ્રતાપસિંહ ગોહેલ, જાલ્પેશ પટેલ સહિતના આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા.