Connect Gujarat
મનોરંજન 

બોલિવૂડમાં ચુલબુલા અંદાજ અને ચંચળ અદાકારીથી જાણીતી કાજોલનો આજે 46મો જન્મદિવસ

બોલિવૂડમાં ચુલબુલા અંદાજ અને ચંચળ અદાકારીથી જાણીતી કાજોલનો આજે 46મો જન્મદિવસ
X

પોતાના ચુલબુલા અંદાજ અને ચંચળ અદાકારીથી બધાના દિલોમાં ખાસ જગ્યા બનાવનારી 90ના દશકની ટૉપ એક્ટ્રેસમાં શુમાર કાજોલને આજે કોઇ પરિચયની જરૂર નથી. આજે કાજોલ પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે.

કાજોલે વર્ષ 1992માં આવેલી ફિલ્મ 'બેખુદી'થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે સમયે તે લગભગ 16 વર્ષની હતી.

બેક ટુ બેક આપી હિટ ફિલ્મો

કાજોલની પહેલી સફળ ફિલ્મ વર્ષ 1993માં આવેલી 'બાજીગર' હતી. જેના આવતા વર્ષ એટલે કે, 1995માં તેની 'કરણ- અર્જૂન' અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આ બંને જ ફિલ્મો આવી અને બંને જ તે સમયની હિટ ફિલ્મો રહી હતી.

'ફનાથી કરી હતી ધમાકેદાર વાપસી''પદ્મશ્રી લઇને 6 ફિલ્મફેર ઍવોર્ડ પોતાને નામ કરી ચૂકી છે. 'કભી ખુશી કભી ગમ' બાદ લાંબા સમય સુધી તેમણે બ્રેક લીધો, પરંતુ 'ફના'થી ધમાકેદાર વાપસી કરી અને છઠ્ઠો ફિલ્મફેર ઍવોર્ડ પણ પોતાને નામ કર્યો હતો.'

નેગેટિવ રોલ માટે જીત્યો ફિલ્મફેર ઍવોર્ડકાજોલની ફિલ્મ 'ગુપ્ત' વર્ષ 1997 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કાજોલનું પાત્ર નકારાત્મક હતું. કાજોલ કેટલીવાર ઇન્ટરવ્યુમાં આ રોલને પોતાના ફિલ્મી કરિયરનું સૌથી મુશ્કેલ પાત્ર માને છે. આ પાત્ર માટે કાજોલને ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યો હતો.

ફિલ્મ 'ગુંડારાજ'ના શૂટિંગ દરમિયાન મળતા અજય દેવગન સાથે લગ્ન કર્યા,આ સમયે બંનેની જોડીની મિસાલ આપે છે.

કાજોલ આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ 'તાનાજી'માં પોતાના પતિ અજય દેવગન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલ તાનાજી માલુસરેના પાત્ર નિભાવી રહેલા અજયની પત્ની સાવિત્રી બાઇની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત તે એક શોર્ટ ફિલ્મ 'દેવી'માં પણ દેખાઇ હતી.

Next Story