Top
Connect Gujarat

બોલીવુડના શહેનશા અભિતાભ બચ્ચન સહિતના સ્ટારને ઓસ્કારના સભ્ય બનવા આમંત્રણ

બોલીવુડના શહેનશા અભિતાભ બચ્ચન સહિતના સ્ટારને ઓસ્કારના સભ્ય બનવા આમંત્રણ
X

એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાઈન્સીઝે આ વરસે બોલીવુડના એકટર ડાયરેક્ટર્સ અને અન્ય સેલીબ્રીટીઓને આમંત્રણ પાઠવ્યા છે. કુલ મળીને ૭૭૪ નવા લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, આ યાદીમાં સલમાન ખાન,આમીર ખાન, અમિતાભ બચ્ચન , ઐશ્વર્યા રાય બચ્ચન , પ્રિયંકા ચોપરા, ઈરફાન ખાન અને દીપિકા પદુકોણ જેવા નામ સામેલ છે. પરંતુ આશ્ચર્યજનક એ છે કે શાહરૂખ ખાનને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

ઓસ્કારની ઓફિશિયલ વેબસાઈટ પર આ નામની ઘોષણા કરવામાં આવી છે, એમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે એકેડમીએ ક્લાસ ઓફ ૨૦૧૭નો હિસ્સો બનવા માટે વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે,બોલીવુડ કલાકારો ઉપરાંત દિગ્દર્શક મુણાલ સેન, બુદ્ધદેવ દાસગુપ્તા અને ગૌતમ ઘોષનું પણ નામ આ યાદીમાં સામેલ છે,આ વખતે ૫૭ દેશોના ૭૭૪ નવા સભ્યો સન્માનપૂર્વક ભાગ લેશે, પરંતુ બોલીવુડનો કિંગ ખાનને આ યાદમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

Next Story
Share it