Top
Connect Gujarat

બોલીવૂડમાં હવે ફિલ્મની સફળતાનો નવો બેંચમાર્ક રૂપિયા 300 કરોડ

બોલીવૂડમાં હવે ફિલ્મની સફળતાનો નવો બેંચમાર્ક રૂપિયા 300 કરોડ
X

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કમાણી બાબતે પાછલા ઘણા વર્ષોમાં રેકોર્ડ તોડયા છે. થોડા સમય પહેલા ફિલ્મની સફળતા માટે રૂપિયા 100 કરોડનો આંકડો પાર કરવો જરૃરી હતો. જ્યારે હવે આ રકમ ટૂંકી પડતી જાય છે. ટોચના કલાકારો બોક્સ ઓફિસ પર રૂપિયા 100 કરોડની કમાણી કરાવી આપે એ વાત હવે મામૂલી બની ગઇ છે. હવે સફળતાનો નવો બેન્ચમાર્ક રૂપિયા 300 કરોડ માનવામાં આવી રહ્યો છે.

વાસ્તવમાં હવે ફિલ્મનું બજેટ જ રૂપિયા 70-80 કરોડ થઇ ગયું છે. તેથી ટોચના કલાકારો સાથે બનાવેલી ફિલ્મ રૂપિયા 100 કરોડની કમાણી કરે તેમા કોઇ દમ રહ્યો નથી. હવે ભારતીય કલાકારોની ફિલ્મો વિદેશમાં લોકપ્રિય થવાની સાથેસાથે ભારી સફળતા મેળવે છે.

આમિર ખાનની સીક્રેટ સુપરસ્ટારે ચીનમાં જ રૂપિયા 420 કરોડની કમાણી કરી છે.જ્યારે ભારતમાં આ ફિલ્મને આટલી અધધધ સફળતા મળી નથી. જોકે આમિર ચીનમાં પોતાની માર્કેટ સ્થાપવા લાંબા સમય થી મહેનત કરી રહ્યો, સલમાન ખાનની હાલની ટાઇગર ઝિન્દા હૈ ફિલ્મે ફક્ત છ અઠવાડિયામાં જ રૂપિયા 360 કરોડની કમાણી કરી હતી

Next Story
Share it