Connect Gujarat

ભગવા રંગનો કુર્તો, કપાળ પર તિલક …. ઉદ્ધવ ઠાકરે શપથ લેતી વખતે કઇંક આવા અંદાજમાં મળ્યા જોવા

ભગવા રંગનો કુર્તો, કપાળ પર તિલક …. ઉદ્ધવ ઠાકરે શપથ લેતી વખતે કઇંક આવા અંદાજમાં મળ્યા જોવા
X

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનનારા ઠાકરે પરિવારના પ્રથમ વ્યક્તિ છે. અગાઉ ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી બન્યો ન હતો. જો કે શિવસેના બે વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી પદ તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમની સાથે શિવસેનાના 2, એનસીપી ના 2, અને કોંગ્રેસના પણ 2 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે ખૂબ જ ખાસ શૈલીમાં દેખાયા. તેમણે કેસરી(ભગવા) રંગનો કુર્તો પહેર્યો હતો અને તેમના કપાળ પર તિલક હતું. જ્યારે તે શપથ ગ્રહણ કરવા સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમણે પહેલા લોકોને શુભેચ્છા પાઠવી. તેઓએ મંચ પર માથું ટેકવ્યું અને ત્યારબાદ મુખ્યમંત્રી પદના શપથ લીધા.

ઉદ્ધવ ઠાકરેએ શપથ લેતી વખતે જે ભગવા રંગનો કુરતો પહેર્યો હતો શિવસેનાના ઝંડાનો રંગ પણ તેવો જ છે. ભગવા રંગને લઈને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે પણ આવી જ શૈલીનો ઉપયોગ કરતા હતા. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનનારા ઠાકરે પરિવારના પ્રથમ વ્યક્તિ છે.

અગાઉ ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી બન્યો ન હતો. જો કે મહારાષ્ટ્રમાં શિવસેનાના બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મનોહર જોશી પ્રથમ વખત શિવસેના તરફથી મુખ્યમંત્રી બન્યા હતા, જ્યારે નારાયણ રાણે બીજા મુખ્યમંત્રી બન્યા હતા. આ પહેલા શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સહિતના ગઠબંધનના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ સૌપ્રથમ બાલા સાહેબ ઠાકરેને શ્રધ્ધાંજલિ આપી હતી.

શિવસેના અને ઠાકરે પરિવારે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહની ભવ્ય ઉજવણી કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ શિવસેનાએ ફટાકડા ફોડ્યા અને ઉજવણી શરૂ કરી દીધી. આ શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેનો પરિવાર તેમ જ તેમના રાજકીય વિરોધીઓ ગણાતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના નેતા રાજ ઠાકરે પણ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના પિતરાઇ રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ મનસે પાર્ટી બનાવી હતી.

આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી, એનસીપી નેતા અજિત પવાર, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, કોંગ્રેસ નેતા અહેમદ પટેલ, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, એનસીપીના પ્રમુખ શરદ પવાર, અનિલ અંબાણી અને તેમના પરિવાર પણ ઉદ્ધવ ઠાકરેના શપથવિધિ સમારોહમાં ભાગ લીધો હતો.

Next Story
Share it