Top
Connect Gujarat

ભચાઉ સબજેલમાં દારૂ મુદ્દે ચાર પોલીસકર્મી કરાયા સસ્પેન્ડ

ભચાઉ સબજેલમાં દારૂ મુદ્દે ચાર પોલીસકર્મી કરાયા સસ્પેન્ડ
X

ભચાઉ સબ જેલમાં કૂલરની ઠંડી હવા, ટીવી-મોબાઈલ અને નોકરની સેવા-સુવિધા સાથે દારૂની મહેફિલ માણતાં ઝડપાયેલાં જેન્તી ઠક્કરના પ્રકરણમાં પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે જેલ પર તૈનાત ASI સહિત 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધાં છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="97042,97043,97044"]

ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ થયેલાં કર્મચારીઓમાં એએસઆઈ વિક્રમભારતી ગોસાઈ, પોલીસ કોન્સ્ટેબલ કાલિદાસ સુમેસરા તેમજ લોકરક્ષક દળના બે જવાનો મહેશ પુરોહિત અને કેવલગીરી ગોસાઈનો સમાવેશ થાય છે.બીજી તરફ, જેલમાં ગેરકાયદે રીતે જેન્તીના નોકર રઝાક તુર્કને ઘુસાડવાના બદલ ફરિયાદ નોંધાયા બાદ એસઓજીએ જેલ ગાર્ડ ડાહ્યા સોંડા કોલીની ધરપકડ કરી કૉર્ટમાં રજૂ કરતાં કૉર્ટે તેને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

જેન્તી જોડેથી ઝડપાયેલાં મોબાઈલ ફોનની તપાસ પણ એસઓજી કરી રહી છે.કૉલ ડીટેઈલના આધારે જેન્તીએ જેલમાં બેઠાં બેઠાં કોને કોને ફોન કર્યાં હતા અને કોઈ ગુનાહિત કાવત્રાને અંજામ આપ્યો હતો કે કેમ તેની તપાસ કરાશે ભચાઉ સબ જેલ મામલતદાર કે.જી.વાચ્છાણીના તાબામાં આવે છે. મામલતદાર આ સબ જેલના જેલ સુપરિન્ટેન્ડેન્ટ છે. તો, ક્લાર્ક રામજી રબારી જેલર છે. આ ઘટનાએ મામલતદાર અને જેલરની ઘોર બેદરકારીને પણ ઉઘાડી પાડી છે. જો કે, તેમની વિરુધ્ધ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું

Next Story
Share it