Connect Gujarat
સમાચાર

ભરુચ : આમોદ પોલીસે ટ્રેકટર ચોરી કરનાર આરોપીની કરી ધરપકડ

ભરુચ :  આમોદ પોલીસે ટ્રેકટર ચોરી કરનાર આરોપીની કરી ધરપકડ
X

ભરુચ જિલ્લાના આમોદ પોલિસ સ્ટેશનમાં અગાઉં રૂપિયા 3 લાખ 20 હજારની કિંમતનું ટ્રેકટર તેમજ કળતિવેતર ચોરી થઇ હોવાની ફરીયાદ નોધાઇ હતી. જેથી આરોપીને શોધી કાઢવા એક પોલીસ ટીમ બનાવી ગરબાડા જી. દાહોદ ખાતે મોકલી આપવામાં આવી હતી.

ત્યારબાદ સદર મુદ્દામાલ તથા આરોપી બાબતે કોઈ ફળદાયક હકીકત ન મળતા પોલિસ અધિક્ષક રાજેન્દ્ર સિંહ ચુડાસમાની સૂચનાનાં આધારે આમોદ પી.એસ.આઈ કે. એચ. સુથાર તથા પોલિસ માણસોની બીજી ટીમ બનાવી ગરબાડા જિ દાહોદ ખાતે પહોંચી આરોપીનું સરનામું મેળવી હ્યુમન ઇન્ટેલિજ્સ તથા ટેકનીકલ સર્વેલેન્સનાં આધારે ચોરાયેલ ટ્રેકટર કળતિવેતર રૂપિયા 3 લાખ 20 હજાર તેમજ આરોપી ભે ગામના ડુંગરા ફળિયામાં રહેતા નરેશ પીડ્યા ભાઈ ભૂર્યાને કત્વારા પોલિસ સ્ટેશનની હદમાંથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.

Next Story