રોટરી ક્લબ દ્વારા યોજાયેલી 8મી કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો એબીસી ગ્રાઉન્ડ ખાતે થયો પ્રારંભ

ભરૂચ શહેરનાં એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજથી રોટરી ક્લબ દ્વારા 8મી કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે બેટિંગ અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ બોલિંગ ઉપર હાથ અજમાવ્યો હતો.

રોટરી ક્લબ દ્વારા પ્રતિ વર્ષ કોર્પોરેટ સેક્ટર માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આજથી શરૂ થયેલી 8મી ટુર્નામેન્ટ માટે ભરૂચનાં કોર્પોરેટ જગતનાં લોકોએ પોતાની ટીમો મેદાને ઉતારી છે. ભરૂચનાં ધારાસભ્ય અને જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ ક્રિકેટ રસિયાઓ મેદાન ઉપર આવતાં ખેલાડીઓમાં પણ જુસ્સો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY