Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ સ્વાયતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ શહેરમાં નિકળી ત્રિરંગા યાત્રા

ભરૂચઃ સ્વાયતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ શહેરમાં નિકળી ત્રિરંગા યાત્રા
X

જે.પી.કોલેજ ભરૂચ ખાતે યાદ કરો કુરબાનીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

દેશભરમાં રાષ્ટ્રદધ્વજ પ્રત્યે સન્મારનની ભાવનાનું સિંચન થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત્ત થાય તેવા આશયથી ૭૨ મા સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાંએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટનર રવિકુમાર અરોરાએ લીલીઝંડી બતાવીને કરાવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રરસિંહ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, રમતગમત વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

સ્વાતંત્ર્યપર્વની પુર્વ સંધ્યાએ સાંજે 5.30 કલાકે ભરૂચ શહેરના હોસ્ટેરલગ્રાઉન્ડ્ ખાતેથી નિકળી કસક ગળનાળા - શીતલ સર્કલ થઈને જે.પી.આર્ટસ એન્ડ સાયન્સુ કોલેજ ખાતે સમાપન થયું હતું. જેમાં મોટી સંખ્યારમાં લોકો જોડાયા હતા. આ યાત્રાના આરંભે પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રતધ્વરજને સન્માબન સાથે રાખવામાં આવેલ. જીપમાં ક્રાંતિકારીઓ ગાંધીજી, સરદાર પટેલ, ભગતસીંગ, ચંદ્રશેખર આઝાદની તસ્વીપરોથી સુશોભીત કરવામાં આવી હતી. પાછળ પોલીસ બેન્ડનનું વાહન, ૭૨ બાઇક સવારો, યુનિફોર્મમાં પોલીસ જવાનો, બાઇક પાછળ પોલીસ સ્ટુપડન્ટલ કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ તથા એન.સી.સી. કેડેટ, સ્વાકમી વિવેકાનંદ મંડળના સભ્યોટ, મહિલા મંડળના સભ્‍યો અને નાગરિકો જોડાય હતા.

ત્રિરંગા યાત્રાના સમાપન વેળાએ મહામુલી આઝાદીને યાદ કરવા માટે યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના મહાનુભાવો ધ્વારા મશાલ પ્રજ્વલ્લન તથા સમર્પણનો સંકલ્પવ પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.

Next Story
Share it