ભરૂચના અંકલેશ્વર માંડવા રોડ ઉપર એક ઝાઇલો કાર પલ્ટી મારતા સર્જાયેલા અકસ્માતમાં બોલેરોમાં સવાર ૪ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા.

અકસ્માતની મળતી પ્રાથમિક વિગત અનુસાર ભરૂચના અંકલેશ્વર માંડવા રોડ ઉપરથી પુર ઝડપે પસાર થતી એક ઝાઇલો કાર નંં.GJ-5-CP-2303 અચાનક માંડવા નજીકના રોકડીયા હનુમાન મંદિર નજીકમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર ૪ વ્યક્તીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતના પગલે થોડા કલાક માટે હાઇવે ઉપર ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી કતારો જામી હતી.

ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અકસ્માતમાં ઇજાપામેલા તમામને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડયા હતા. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY