Connect Gujarat
ગુજરાત

ભરૂચના આંગણે યોજાઈ દ્વિતીય વિમેન કોન્કલેવ

ભરૂચના આંગણે યોજાઈ દ્વિતીય વિમેન કોન્કલેવ
X

ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશનના વિમેન ફોર્મ દ્વારા આયોજિત દ્વિતીય વિમેન કોન્કલેવ ૨૦૧૯નો શુભારંભ ભરૂચના આંગણે પદ્મભૂષણથી સન્માનિત સામાજિક ક્ષેત્રના અગ્રણી અને આદિત્ય બિરલા જૂથના સી.એસ.આર વિભાગના અધ્યક્ષ રાજશ્રી બિરલા અને વોરંટ બફેરની લુબ્રીઝોલના મહિલા મેનેજીંગ ડીરેક્ટર ઉર્સુલા ઠક્કરે કર્યું હતું.

આ પ્રસંગે રાજશ્રી બિરલાએ પ્રભાવશાળી પ્રવચનમાં જણાવ્યું કે અત્યાર સુધી હમેશા લાગતું હતું કે રોકેટ સાયન્સ પર પુરુષોનું જ આધિપત્ય રહ્યું છે પણ આજે ઇસરોમાં મહિલાઓની નોંધપાત્ર સંખ્યા જોતા આ ભ્રમણા ચૂરચૂર થઇ ગઈ છે. એક તરફ તાજેતરમાં નાસા એ મહિલા સ્પેસ વોક ના આયોજન ઉપર બ્રેક મારી છે તો બીજી તરફ ઇસરોના ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત આવતા ચાર વર્ષ માં એક મહિલાને સ્પેસમાં મોકલવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે ગુજરાતની અનેક મહિલાઓએ દેશમાં પોતાની આગવી ઓળખ પ્રસ્તાપિત કરી છે કસ્તુરબા ગાંધી, સેવા સંસ્થાનના ઇલાબેન ભટ્ટ,લિજ્જત પાપડના જશવંતીબેં પોપટ વિખ્યાત નૃત્યાંગના મૃણાલીની સારાભાઇ, ડીઝાઇન ક્ષેત્રે ગી રા બેન સારાભાઇ,લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશી અને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર ઇન્દિરા પારેખ કે જેમણે પુરવાર કર્યું છે કે સફળતા કોઈ લિંગ પર આધારિત નથી તેઓએ વધુમાં ઉમેર્યું કે ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં પાંચ ટકાથી ઓછા સીઈઓ પદ પર મહિલાઓ છે એ જ રીતે ગ્લોબલ મેનેજર્સમાં ૩૪ ટકા મહિલાઓ છે જો વિકસિત દેશો માં આવી વિસમ પરિસ્થિતિ જોવા મળતી હોય તો વિકાસિલ રાષ્ટ્રની વાત જ શી કરવી ? તેમણે શીખ આપતા જણાવ્યું કે મહિલાઓ માટે કશું જ અશકય નથી ભરપુર વિશ્વાસ અને જનુનથી કાર્યને વળગી રહો જીવનના સલામત ઝોનમાંથી બહાર આવો મનને મુક્ત રાખો અને હંમેશા જિજ્ઞાસુ બનો સહાસી બનો સિધ્ધિઓ પછી વિરામ નહી કરો અને જીવનમાં ક્યારે ફરિયાદો ન કરવા મહિલાઓને સીખ આપી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથી પદેથી બોલતા ઉર્સુલા ઠક્કરે દ્વિતીય વિમેન કોન્કલેવને અભિનંદન આપતા જણાવ્યું કે સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા દુર કરવા પ્રત્યેક મહિલાઓએ પોતે સામર્થ્યવાન બનવાની જરૂર છે.

વિમેન કોન્કલેવમાં જાણીતા યુવા એકકટર ડાન્સર અને કોરિયોગ્રાફર રેવંતા સારાભાઇ ભારતની પ્રથમ મહિલા સ્કાય રાઈડર પદ્મશ્રી રચેલ થોમસ, જાણીતા ફેશન ડીઝાઇનર ઉમંગ ઉતેશિંગ, ગુજરાતની પ્રથમ મહિલા ડી.જે.રૂપાલી પરસવાની, સંસ્કૃતિ હેરીટેજ અને પર્યાવરણ અંગે જાણીતા કુમારી વિજયાલક્ષ્મી વિજય કુમાર, જાણીતા એટ્રેસ અને મોડલ સોનાલી લેલે અને પ્રવાહ સંસ્થાના નેહા બુચે વિવિધ વિષયો ઉપર મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું વિમેન કોન્ક્લેવના ચેરમેન પુનમ શેઠ, ફોરમના અધ્યક્ષ સુજાતા રાવે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વુમન કોન્ક્લેવમાં 300 કરતા વધુ મહિલા ડેલીગેટો એ ભાગ લીધો હતો.

Next Story