Connect Gujarat
ગુજરાત

ભરૂચના ડૉ. સાજીદ ડાય પી.એચ.ડી થયા

ભરૂચના ડૉ. સાજીદ ડાય પી.એચ.ડી થયા
X

ભરૂચના પરીએજ ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સાજીદ ડાય એ શિક્ષણ ક્ષેત્રે સતત સીધીઓના શિખર સર કરી રહ્યા છે.જેમના માતા પિતાએ પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કર્યું નથી.તેમ છતાં માતા પિતાની સતત મળતી હૂંફ અને પ્રેરણાને કારણે સાજીદે ભણવામાં ક્યાંય પાછું વળીને જોયું નથી.

સ્નાતક અને અનુસ્નાતક મનોવિજ્ઞાન વિષયમાં ભરૂચની જે.પી. આર્ટ્સ અને સાયન્સ કોલેજમાંથી ભણ્યા હતા.સાજીદ ડાય એ ડૉ. દિનેશ એસ.ચારણના માર્ગદર્શન હેઠળ 'એમ.એ. અને એમ.એસ.સી. ના વિદ્યાર્થીઓની બુદ્ધિ,આવેગિક બુદ્ધિ અને સિદ્ધિ પ્રેરણા' વિષય પર સંશોધન કરી લઘુ શોધ નિબંધ રજુ કર્યો હતો.જેને ગુજરાત યુનિવર્સીટી અમદાવાદએ પી.એચ.ડી. ની પદવી એનાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ મુસ્લિમ વોરા પટેલ સમાજમાં મનોવિજ્ઞાન વિષય ઉપર પી.એચ.ડી. કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હોવાનું જાણવા મળ્યુ છે.ડૉ. સાજીદ તેમના પાસે રહેલ જ્ઞાનનું ભાથું અનેક શેક્ષણિક ટ્રસ્ટમાં વિના મૂલ્યે આપી સેવા આપી રહ્યા છે.તેઓને પી.એચ.ડી ની ઉપાધિ મળતા તેમના ઉપર અભિનંદન ની વર્ષા થઈ રહી છે.

Next Story