Connect Gujarat
ગુજરાત

ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદ ફાંસીવાલાનું દુઃખદ અવસાન

ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદ ફાંસીવાલાનું દુઃખદ અવસાન
X

વેલ્ફેર હોસ્પિટલથી મર્હુમનો જનાઝો નીકળી કરમાડ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે.

પૂર્વ ધારાસભ્ય અને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદ ફાંસીવાલાનું દુખદ અવસાન થતા મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકોમાં ભારે ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આજે ભરૂચ સ્થિત વેલ્ફેર હોસ્પિટલથી મર્હુમ મહંમદભાઇ ફાંસીવાલાનો જનાઝો નીકળી કરમાડ ગામના કબ્રસ્તાનમાં 11.00 કલાકે ખાતે દફનવિધિ સંપન્ન કરાશે.

ભરૂચ મુસ્લિમ સમાજના મોભી અને સમાજની, કોમની અને સમગ્ર ભરૂચ જીલ્લાની કોમી એકતા માટેના હિમાયતી, વડીલ મહંમદભાઇ ફાંસીવાલા તમામ સમાજના લોકોમાં ખુબ જ લોકપ્રિય હતા તેઓએ પોતાના જાહેર જીવનમાં ઘણા સમાજઉપયોગી કાર્યો કરી લોકોના હૈયાઓમાં સ્થાન મેળવ્યું હતું. સદગતની દફનવિધિ માટે તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે.

Next Story
Share it