Connect Gujarat
ગુજરાત

ભરૂચના ભાડભૂતથી દેવપોઢી અગિયારસથી માછીમારોએ નવા મૌસમનો કર્યો આરંભ

ભરૂચના ભાડભૂતથી દેવપોઢી અગિયારસથી માછીમારોએ નવા મૌસમનો કર્યો આરંભ
X

ભરૂચ જિલ્લાના ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી પર વસતા ૨૫૦૦૦ માછીમારો આજે દેવપોઢી અગિયારસ હોઇ નર્મદા નદીને દુગ્ધાભિષેક અને ચુંદકી ચઢાવી વિધિવત પૂજન-અર્ચન સાથે માછીમારોની નવી મૌસમનો પારંભ કર્યો હતો. ભાડભૂત ખાતે ઉત્સવમય માહોલ વચ્ચે ૧૦૫૦ બોટમાં ૬૩૦૦ સાગર ખેડૂઓ સવાર થઈ ૪૦ કિમી સી સાગર ખુંદવા રવાના થયા હતા.

નર્મદા નદીમાં ઉપરવાસમાંથી મીઠા જળનો જથ્થો શરૂ થઈ જવા સાથે આજે દેવપોઢી એકાદશી હોય ભરૂચ જિલ્લના ૨૫૦૦૦ માછીમાર પરિવારોનો ઉત્સાહ બેવડાયો છે. દેવપોઢી એકાદશીથી માછીમારીની નવી મોસમની શરૂઆત કરવા માછીમારો તેમની નાવડી, જાળ સહિતની સાધનસામગ્રી લઈ સજ્જ બન્યા છે. ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી પર વસવાટ કરતા સાગરખેડૂઓ માછીમારીના પ્રારંભને લઈ હાલ તૈયારીઓમાં મગ્ન બન્યો છે.

ભાડભૂતથી ૮૦૦ બોટ અને અન્ય ૩ જિલ્લામાંથી પણ ર૫૦ નવી બોટનું આગમન ભાડભૂત ખાતે શરૂ થઈ ચુક્યુ છે. આજે નર્મદા મૈયાનું વિધિવત પૂજન અર્ચન કરી ૧૦૫૦થી વ નૌકાઓમાં ૬૩૦૦ થી વધુ માછીમારો સવાર થ' ૪૦ કીમી સુધી દરીયો ખુંદવા ગયા હતા.

૪ મહિના સુધી મછીમાર સમાજનાં પુરૂષ સભ્યો દરિયો ખેડશે

માછીમારીની સીઝન પહેલા માછીમારોએ તેમની બોટોનું સમારકામ કરાવી તથા માછીમારી માટેના સાધનો સજ્જ કરી દીધા છે. ચાર મહિના સુધી ભાડભૂત ખાતે આ વખતે માછીમાર પરિવારના પુરૂષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડશે. જયારે મહિલા સભ્યો ર૪ કલાકમાં એક વખત તેમને અનાજ-પાણી આપવા નજીકનાં કિનારે જશે. જયાંથી પકડાયેલી માછીલીઓ લઈ પરત ફરશે.

રાજ્યના અન્ય ૩ જિલ્લામાંથી ૨૫૦ નાવડીઓ સાથે ૧૫૦૦ માછીમાર આવશે

ભાડભૂત ખાતે આ વખતે સાગરખેડવા ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાનાં સંતરામપુર, ચીખલી, નાતી. બોરસીપાટી, ધોળાઈ અને કઠવાડીની નવી ર૫૦ નાવડીઓ લઈ ૧૫૦૦ થી વધુ માછીમારો ઉમટી પડવાના છે.

Next Story
Share it