ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો વાણી વિલાસ જાણો શું ?

ભરૂચ
જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં
આવ્યું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાને કારણે આજે સુપ્રીમ કોર્ટે પણ વર્ષોથી ગૂંચવાયેલા રામજન્મ ભૂમિના કેસને રામ તરફેણમાં ચુકાદો આપવો પડ્યો છે. વાણી
વિલાસ કરતાં સાથે આવી વાત સભા દરમ્યાન જાહેરમાં કબુલાત
કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વાર વિવાદમાં આવ્યા છે.
ભરૂચના
સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા
કાર્યકર્તાઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીપાવલિના પાવન પર્વ નિમિતે એકમેક સાથે હળીમળીને નવું વર્ષ લોકો માટે સુખદાયી
નીવડે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર દિવાળી સ્નેહમિલન સમારોહ દરમ્યાન
પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ યોગેશ
પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પ્રદેશ
બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા
મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો
તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ
પ્રસંગે એક બાદ એક ઉપસ્થિત મહેમાનો દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે વક્તવ્ય ચાલી
રહ્યા હતા. જ્યારે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ માઈક હાથમાં લીધું, ત્યારે
તેઓએ વાણી વિલાસ કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રામજન્મ ભૂમિ અને કાશ્મીર મુદ્દે ભાજપ સરકારે જે કરેલી કામગીરીને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા જાહેર એક વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના દિવાળી
સ્નેહમિલન સમારોહની જાહેર સભામાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હતી એટલે કાશ્મીર કોઈ પણ વિવાદ વગર પાછું લઈ
લીધું, જ્યારે સુપ્રીમે પણ રામ ભૂમિનો
ચુકાદો રામ તરફેણમાં આપ્યો છે, તેમ કહી હિન્દુત્વની વાત કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટે
પણ આવો ચુકાદો આપ્યો તેવી
સ્પષ્ટતાથી વિવાદ ઉભો થયો છે. જોકે મીડિયા સાથેની વાતચીતમાં પણ ભરૂચના સાંસદ મનસુખ
વસાવાએ આ તમામ નિવેદનને કબુલ્યા હતા.
તો, બીજી તરફ આ બાબતે ભરૂચ જિલ્લા
કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં વાણી વિલાસ કરી અયોધ્યા રામ મંદિર
મુદ્દે જે બફાટ કર્યો છે, તેને કોંગ્રેસ સમિતિ સખત
ભાષામાં વખોડી કાઢે છે. સાંસદ મનસુખ વસાવાએ ભડકાવનારું
ભાષણ આપી કોમવાદનું વાતાવરણ ઊભું કરવાનો જે પ્રાયસ કર્યો છે, તે અંગે તેઓએ પ્રજાની માફી માંગવી જોઈએ.