Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં અલભ્ય શ્રીજીની મૂર્તિ ને રંગરૂપ આપતા શિલ્પકાર

ભરૂચમાં અલભ્ય શ્રીજીની મૂર્તિ ને રંગરૂપ આપતા શિલ્પકાર
X

જળ જમીનના વધતા પ્રદુષણ અંગે સૌ કોઈ ચિંતિત છે પરંતુ આ ગંભીર અસરને કઈ રીતે અટકાવી શકાય તે પણ આપણી જ ફરજ છે.ત્યારે ભરૂચના એક શિલ્પકાર લોકો માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ બન્યા છે અને તેઓનો આ સ્તુત્ય પ્રયાસ ઉત્સવ પ્રિય જનતા માટે માર્ગદર્શક બન્યો છે.

પર્યાવરણ સંબંધી વિસંગતતા અને ગ્લોબલ વોર્મિંગ ના પરિણામો વિશ્વ ની જનતા ભોગવી રહી છે.ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે પર્યાવરણ પ્રત્યે હવે જાગૃતતા ધીમે ધીમે આવી રહી છે.અને જેની સારી અસર ઉત્સવો માં જોવા મળી રહી છે.

ભરૂચ ના શિલ્પકાર નરેન્દ્ર સોનાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટેની અલભ્ય પ્રતિમાઓ માટી માંથી બનાવી છે.વિઘ્નહર્તા દેવ ની સાહી સવારીને આવકારવા માટે ગણેશ યુવક મંડળો માં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને ગણેશોત્વ ની તડામાર તૈયારીઓ પણ શરુ કરવામાં આવી છે.જોકે મંડળો એ પણ ગણેશોત્વ ની ઉજવણી ઇકો ફ્રેન્ડલી કરવાની તૈયારી દાખવી છે.અનેજળ જમીન અને વાયુ ના પ્રદુષણ ને અટકાવી ને ઉત્સવો ની ઉજવણી કરવાની પહેલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે,પરંતુ માટી માંથી ગણપતિની પ્રતિમા બનાવતા કારીગરો જૂજ હોવાના કારણે ના છૂટકે પણ મંડળો એ પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિ પર પસંદગી ઉતારવી પડે છે.

ભરૂચ ના શિલ્પકાર નરેન્દ્ર સોનાર માટી માંથી અલભ્ય ગણેશજી ની પ્રતિમા નું નિર્માણ કરે છે.મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી ના સૂત્રને અનુસરી તેઓ મનમોહક શ્રીજીની પ્રતિમાઓ માટી માંથી બનાવી રહ્યા છે.તેઓએ જણાવ્યુ હતુ કે વર્ષ 2002 થી ભાવનગર થી માટી મંગાવીને ગણપતિ ની પ્રતિમા બનાવે છે.બે કલાક ના સમય માં એક મૂર્તિનો આકાર ઘડી તેને રંગરૂપ આપી તૈયાર કરવામાં આવે છે.શિલ્પકાર નરેન્દ્ર દ્વારા નદીના પાણી ને નુકશાન પહોંચાડે તેવા કોઈજ મટીરીયલ નો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી પરંતુ ભાવનગરની માટી અને સામાન્ય વોટર કલર નો ઉપયોગ કરીને ગણેશજી ની પ્રતિમા બનાવી તેમાં જીવંત હોવાનો આભાસ તેઓએ સર્જ્યો છે.

Next Story