ભરૂચમાં કોંગ્રેસનાં યુવા કાર્યકર્તાઓએ પ્રદેશનાં પ્રભારી હર્ષવર્ધનનું પૂતળુ બાળી નોંધાવ્યો વિરોધ

0

ભરૂચ વિધાસનભાની ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસ ભારે ભીંસમાં મુકાય છે, કિરણ ઠાકોરનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતા વિરોધનો વંટોળ ફૂંકાયો હતો, પરંતુ તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા મામલો શાંત પડયો હતો.

જોકે હજી પણ ભરૂચ વિધાનસભાની બેઠક મુદ્દે કોંગ્રેસમાં વિરોધ શાંત થયો નથી, ગણેશ શુગરનાં ચેરમેન અને કોંગ્રેસનાં નેતા સંદીપ માંગરોલાનાં સમર્થકોએ પણ તેમના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર ગુજરાત પ્રદેશનાં પ્રભારી હર્ષવર્ધનનું પૂતળુ બાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here