ભરૂચમાં ધોધમાર વરસાદ:જંબુસરને છોડી જિલ્લામાં સર્વત્ર વરસાદ

ભરૂચમાં બપોર પછી ઘરાયેલા વાદળો વરસી પડતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જંબુસર સિવાય જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે ઠંડક પ્રસરી જતા લોકોને ઉકળાટ માંથી મુક્તિ મળી હતી.
આ વર્ષે ભરૂચમાં ચોમાસુ સામાન્ય રહે તેવા અણસાર હતા. જેનાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. જોકે છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લામાં સારી મેઘ મહેર થઈ રહી છે. છતાં છુટા છવાયા વરસાદ વચ્ચે લોકો આકરા ઉકળાટનો સામનો કરતા હતા. બે દિવસથી ઘેરાયેલા વાદળો નજીવા વરસી ખેંચાઈ જતા હતા.
[gallery td_select_gallery_slide="slide" size="full" ids="104746,104747,104748,104749,104750,104751,104752,104753"]
આજ સવારથી ભરૂચમાં વરસાદી માહોલ હતો. પરંતુ આખો દિવસ રાહ જોવડાવ્યા બાદ સાંજ પડતા જ મેઘરાજાએ મહેર કરતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે બે કલાકમાં જ બેસુમાર વરસાદ ખાબકતા શહેરમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
ભરૂચમાં સાંજે બે કલાકમાં જ એક ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં વરસાદની સ્થિતિ જોઈએ તો અંકલેશ્વરમાં 19એમ.એમ.આમોદમાં 31 એમ.એમ.હાંસોટમા 39,વાલીયામાં 04, નેત્રંગમાં 11,ઝઘડિયામાં 14 અને વાગરામાં 47 એમ.એમ. વરસાદ ખાબક્યો હતો.
- ભરૂચમાં ગટરોના પુરાણોમાં વાહનો ફસાયા
ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ - ચાર વર્ષથી અંડર ગ્રાઉન્ડ ગટરનું કામકાજ ચાલે છે. ગટર લાઇનના ખોદ કામ કર્યા બાદ વ્યવસ્થિત પુરાણ ન કરાતા બે વર્ષથી લોકો ચોમાસા દરમ્યાન મુશ્કેલીનો સામનો કરે છે. આજે પણ સાંજે ધોધમાર વરસાદના પગલે અનેક સ્થાનો પર ગટરના પુરાણ બેસી જતા તેમાં વાહનો ફસાયા હતા.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMTઅંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ...
28 Jun 2022 11:12 AM GMTઅંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ...
28 Jun 2022 11:05 AM GMTસુરત : સામાન્ય બાબતે દેવર્ષિ શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સ્ટીલના...
28 Jun 2022 10:26 AM GMT