ભરૂચના દહેજ ખાતેની OPAL કંપનીના નવનિર્મિત પ્લાન્ટ અને નર્મદા નદી પર બનેલ દેશના સૌથી લાંબા કેબલ બ્રિજના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 7મી માર્ચે આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં અનોખો થનગનાટ જોવા મળ્યું છે.
કેબલભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને લોકોને કેબલ બ્રિજ ખુલ્લો મુકાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ મોદી પ્રથમ વખત ભરૂચનું આતિથ્ય માનશે અને તેઓની આગતા સ્વાગતામાં કોઈ કચાસ ન રહી જાય તે અર્થે ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમોએ પણ ભરૂચમાં ધામા નાખ્યા છે.
કેબલખાસ પીએમ મોદીનો આગમનનો અવસર ભરૂચ જિલ્લા માટે ખુબજ યાદગાર બનાવાયું છે નવનિર્મિત બ્રિજ ને ચકાચોં રોશની થી સજ કરવામાં આવ્યો છે. બ્રિજ પર કેસરી સફેદ અને લીલો આમ તિરંગા ના રંગ ની રોશની કરવામાં આવી છે જે જિલ્લા વાસિયોં માટે અત્યંત રમણીય બની બેઠું છે. બ્રિજ પાર રોશની જોવા લોકો ની ભારે ભીડ જોવા મળી રહી છે.
કેબલભરૂચ ના માર્ગો ને પણ ઝગમગતી લાઈટ થી સજવામાં આવ્યું છે.

LEAVE A REPLY