Top
Connect Gujarat

ભરૂચમાં પરંપરાગત રીતે છડી નોમ ઉત્સવનો પ્રારંભ

ભરૂચમાં પરંપરાગત રીતે છડી નોમ ઉત્સવનો પ્રારંભ
X

ભરૂચ ખાતે ભાતીગળ મેઘરાજાનાં મેળાનો શ્રાવણ વદ નોમ થી પ્રારંભ થયો છે, ભોઈ સમાજ દ્વારા છપ્પણીયા દુકાળના સમયથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેનું સમાપન દસમનાં દિવસે થશે.ભરૂચમાં ભરૂચનાં જાદવ સમાજ દ્વારા પ્રતિવર્ષ મેઘરાજાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. છપ્પણીયા દુકાળ સમયે મેઘરાજાની વિનવવા માટે ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામાં આવી હતી અને તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ. તેમ છતાં વરસાદ ન વરસતા મેઘરાજની પ્રતિમાને પાણીમાં વિસર્જીત કરવાનું નક્કી કર્યુ. જેના કારણે વરસાદનું આગમન થયુ હતુ.

ત્યારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રાવણ વદ સાતમના દિવસથી દશમ સુધી આ ઉત્સવ ઉજવાય છે. અને દશમના દિવસે પ્રતિમાને પાણીમાં વિસર્જીત કરાય છે. આ મેઘરાજાની પ્રતિમા દર વર્ષે અલગ અલગ કારીગરો બનાવે છે છતાં તેનું મુખારવિંદ દર વર્ષે એક સમાન બને છે.ભરૂચમાં આ ઉત્સવ દરમિયાન બાળકોને પ્રતિમા સાથે ભેટવવામાં આવે છે. અને તેનાથી બાળકોનું આરોગ્ય તંદુરસ્ત રહેતું હોવાની માન્યતા પણ છે. 3 દિવસ દરમિયાન અહીં ભવ્ય મેળો યોજાય છે અને ભરૂચ તેમજ આસપાસના વિસ્તરના શ્રદ્ધાળુઓ આવી મેળાનો આનંદ માણે છે.

Next Story
Share it