Top
Connect Gujarat

ભરૂચમાં ભાજપ આઇટી સેલનાં સભ્યને યુવતીને સોશ્યલ મિડીયા પર મેસેજ કરવા પડયા ભારે

ભરૂચમાં ભાજપ આઇટી સેલનાં સભ્યને યુવતીને સોશ્યલ મિડીયા પર મેસેજ કરવા પડયા ભારે
X

ભરૂચ ભાજપનાં આઇટી સેલનાં એક પરિણીત અને બે સંતાનોનાં પિતાએ યુવતીને સોશ્યલ મિડીયા પર પ્રેમજાળમાં ફસાવવા માટે મેસેજ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.

ભરૂચ ભાજપનાં આઇટી સેલનાં સભ્ય વિજય રાણા બે સંતાનોનાં પિતા છે, તેમછતાં એક કુંવારી યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે સોશ્યલ મિડીયા પર મેસેજ મોકલ્યા હતા. જે બાબતથી ત્રાસી જઈને યુવતીએ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનાં પીઆઇ આર.ડી.કાવા દ્વારા યુવતીની ફરિયાદને આધારે વિજય રાણાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.

Next Story
Share it