Top
Connect Gujarat

ભરૂચમાં રાષ્ટ્રીય કર્મચારી આયોગના અધ્યક્ષને સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માટે રજૂઆત કરાઈ

ભરૂચમાં રાષ્ટ્રીય કર્મચારી આયોગના અધ્યક્ષને  સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માટે રજૂઆત કરાઈ
X

ભરૂચમાં રાષ્ટ્રીય કર્મચારી આયોગનાં અધ્યક્ષ મનહર ઝાલાને જિલ્લા એનસીપીના પ્રમુખ ડી.સી. સોલંકી દ્વારા સફાઈ કર્મચારીઓને કાયદાકીય રીતે કાયમી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય કર્મચારી આયોગનાં અધ્યક્ષ મનહર ઝાલાની ભરૂચની મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા એનસીપીના પ્રમુખ અને કામદાર નેતા ડી.સી.સોલંકી દ્વારા કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા નગર પાલિકા તેમજ સરકારી કર્મચારીઓ ને કાયદાકીય રીતે કાયમી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

ડી.સી. સોલંકીની રજૂઆત અંગે મનહર ઝાલાએ યોગ્ય નિરાકરણ લાવવા માટેનું આશ્વાસન આપ્યુ હતુ,વધુમાં ઉદ્યોગમાં સફાઈ કામદારોના થતા શોષણ અંગે પણ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી પણ તેઓએ આપી હતી.

Next Story
Share it