Top
Connect Gujarat

ભરૂચમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનાં અધ્યક્ષે લીધી મુલાકત

ભરૂચમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનાં અધ્યક્ષે લીધી મુલાકત
X

ભરૂચ ઝાડેશ્વરના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય કર્મચારી આયોગનાં અધ્યક્ષ મનહર ઝાલાએ જિલ્લા કલેકટર સહિત કર્મચારી સંગઠનો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેઓએ સફાઈ કર્મચારીઓ અંગેની મહત્વની બાબતો સંદર્ભેની ચર્ચા કરી હતી.

રાષ્ટ્રીય કર્મચારી આયોગનાં અધ્યક્ષ મનહર ઝાલાએ ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનાં ઉપાધ્યક્ષ સુરેશ મકવાણા, જિલ્લા કલેકટર સંદિપ સાંગલે, જિલ્લા પોલીસવડા સંદિપ સિંગ, આયોગનાં સચિવ મહેન્દ્રસિંહ, નિવાસી અધિક કલેકટર એન.સી.શાહ, અનુસૂચિત જાતિ કલ્યાણનાં ઇન્ચાર્જ નાયબ નિયામક મેહુલ નાયક, ચીફ ઓફિસર, સફાઈ કમર્ચારીઓ, સંગઠનનાં આગેવાનો હોદ્દેદારો તેમજ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજીને સફાઈ કર્મચારીઓની રજૂઆતોને સાંભળી હતી.

આ બેઠકમાં મનહર ઝાલાએ આ બેઠકમાં સફાઈ કર્મચારીઓને મળતા હક અને લાભો અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરીને તંત્રને યોગ્ય કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી.અને સફાઈ કર્મચારીઓને સરકારની માર્ગદર્શિકા મુજબની તમામ સવલતો નિયત સમયમાં ઉપલબ્ધ થાય તે માટે પણ તેઓએ માર્ગદર્શન આપ્યુ હતુ.

Next Story
Share it