Top
Connect Gujarat

ભરૂચમાં શિક્ષક દિન પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયુ

ભરૂચમાં શિક્ષક દિન પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયુ
X

ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં ઓડિટોરિયમ ખાતે શિક્ષક દિન પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાનાં શિક્ષકોનું સંસદીય સચિવનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.

શિક્ષણ શાસ્ત્રી ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લીરાધાકૃષ્ણનની યાદમાં યોજાતા શિક્ષક દિન પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકા અને જિલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સંસદીય સચિવ બાબુભાઈ જે. પટેલનાં હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ ઓઢાડી ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.જેમાં જિલ્લા કક્ષાએ શિક્ષક નટવરભાઈ જેરામભાઇ પટેલ, ઝઘડિયા, કમલેશભાઈ શંકરભાઈ પટેલ, અંકલેશ્વરને સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ટ્રોફી તેમજ રૂપિયા 15000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.જ્યારે તાલુકા કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષકોમાં ઝઘડિયાનાં રીટાબહેન શંકરલાલ પટેલ,આમોદનાં મહંમદરફીક આઈ.અભલી, નિર્મળાબહેન ભગવાનદાસ પટેલ, અંકલેશ્વર, પૂનમબહેન રતિલાલ આસાની, એકસાલ, ભરૂચ, ભાનુબહેન ચીમનભાઈ વસાવા, માંચ, ભરૂચ, મણિલાલ નરોત્તમ પટેલ, શેરા - હાંસોટનાંઓ ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભરૂચ નગર પાલિક પ્રમુખ આર.વી.પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયા, ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ઉપાધ્યક્ષ જગદીશભાઈ પરમાર,અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન કિંજલબહેન ચૌહાણ, સહિતના આગેવાનો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it