Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે પથદર્શક ગૃપની રચના

ભરૂચમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે પથદર્શક ગૃપની રચના
X

શિક્ષણ જગતમાં ગુજરાતમાં પહેલી વખત વિવિધ શાળાઓના સંચાલકો અને આચાર્યો ભેગા મળી શિક્ષણનું કાર્ય વધુ ઉત્તમ બનાવવા માટે ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરી રહયાં છે. જે અંતર્ગત શાળા સંચાલકો અને સંચાલકોના પથદર્શક ગૃપની રચના કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સારી પ્રવૃત્તિઓ થકી શિક્ષણને વધુ સારું કેવી રીતે બનાવવું તથા શિક્ષકોને વધુ આવડત વાળા બનાવવા અને સારા પરિણામો કેવી રીતે મેળવવા તેના ઉપર વિચાર વિર્મશ કરવામાં આવશે.

ભરૂચ જિલ્લાની અલગ અલગ શાળાઓમાં શિક્ષણ જગતના નામાંકિત તજજ્ઞોને બોલાવી તેમનું માર્ગદર્શન મેળવવામાં આવશે. તજજ્ઞો સાથે વિચાર વિમર્શ કરી શિક્ષણ કાર્યને ઉત્તમ બનાવવા માટેના પ્રયત્નોને સાકાર કરવાના હેતુસર આ ગૃપની રચના કરવામાં આવી છે.

અંતર વિભાગનાને અભિવ્યક્તિ કરતા આ કાર્યક્રમ' પથદર્શક 'ની પ્રથમ ગોષ્ઠીમાં ગુજરાતના શ્રેષ્ઠ કાઉન્સેલર અને એજ્યુકેર એવા પરેશ ભાઈ ભટ્ટ ખાસ હાજર રહી શિક્ષકો અને સંસ્થાના સંચાલકો સાથે ગોષ્ઠી કરી શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા માર્ગદર્શન આપશે. ભરૂચની એસવીઇએમ સ્કુલના સંચાલક દેવાંગભાઈ ઠાકોર ,નારાયણ વિદ્યાવિહાર સ્કુલના આચાર્ય મહેશભાઈ ઠાકર, નારાયણ વિદ્યાલયના આચાર્ય ડૉ. ભગુભાઈ પ્રજાપતિ, જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી યોગેશભાઈ પારીક સહિત એચ.ડી.ત્રિવેદી અને અન્ય સંચાલકોએ મળી પથદર્શક નામના ગૃપની રચના કરી છે. અને આ ગૃપના ઉપક્રમે પ્રથમ ગોષ્ઠીનું આયોજન તારીખ 23 મી સપ્ટેમ્બરને સોમવારના રોજ કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે નવતર અભિગમ અંતર્ગત પ્રથમ ગોષ્ઠી ભરૂચની એસવીઇએમ સ્કૂલ ખાતે બપોરે સાડા ત્રણ કલાકે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય મહેમાન પદે યોજાશે.

Next Story