ભરૂચ:માર્ગ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ જનજાગૃતિ અર્થે ઉજવાયો “વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ”
BY Connect Gujarat17 Nov 2019 11:15 AM GMT

X
Connect Gujarat17 Nov 2019 11:15 AM GMT
સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને
શ્રદ્વાંજલી આપવા અને માર્ગ અકસ્માતો માટે જનજાગૃતિ ફેલાવવા માટે વિશ્વમાં નવેમ્બર
મહિનાનો ત્રીજો રવિવાર “WORLD DAY OF REMEMBRANCE” તરીકે ઉજવાય છે.
જે અનુસંધાને ભરૂચ ખાતે પણ પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી
આપવા અને તે માધ્યમથી માર્ગ સલામતિમાં જાગૃત્તિ ફેલાવવા સંદર્ભે ભરૂચ માં
પોલીસકર્મીઓ દ્વારા વાહન ચાલકોને ગુલાબ અર્પણ કરી ટ્રાફિક નીયમોની જાણકારી આપવા
સાથે “વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ”ની ઉજવણી
કરવામાં આવી હતી.
આમ તો “વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ”ની ઉજવણી ૧૭ નવેમ્બરે થાય છે, પરંતુ આ દિવસની
ગભીરતા અને આ દિવસને આધારે વ્યાપક જન-જાગૃત્તિ થાય તે હેતુથી આ કાર્યક્રમ બે દિવસ
એટલે કે તારીખ ૧૭મી નવેમ્બર અને તા. ૧૮/૧૧/ર૦૧૯ ના રોજ ઉજવવા પોલીસ
અધિક્ષકે હૂકમ પણ કર્યો છે.
Next Story