Connect Gujarat
ગુજરાત

ભરૂચ:વોર્ડ નંબર ૭ ધોળીકુઇ વિસ્તારમાં ભાજપના પ્રચાર અભિયાનમાં થયો હોબાળો

ભરૂચ:વોર્ડ નંબર ૭ ધોળીકુઇ વિસ્તારમાં ભાજપના પ્રચાર અભિયાનમાં થયો હોબાળો
X

સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ તેમજ કાર્યકરો સાથે ધક્કા મુક્કી કરી તૂ,તૂ મેમેં કર્યા

વિકાસના કામ ન કરાયા ના આક્ષેપ સાથે લોકોએ ભાજપ નાં પ્રચારમાં હોબાળો મચાવ્યો

પોલીસે દરમિયાનગિરી કરી મામલો થાળે પાડ્યો

ગુજરાતમાં ચુંટણી પડઘમ વાગતા જ જે તે પક્ષે નક્કી કરેલ ઉમેદવારો સહિત તેમના ટેકેદારો ચુંટણી પ્રચારમાં જોર-શોરથી લાગી ગયા છે. ત્યારે પ્રજાલક્ષી કામો ના કરાતા ભરૂચના ધોળીકુઇ વિસ્તારના લોકોએ પ્રચાર કરવા ગયેલ ભાજપાના જૂથને ઘક્કે ચઢાવતા પ્રજા અને પ્રજાના ચુંટાયેલા નેતાઓ વચ્ચે તૂં-તૂં-મૈં-મૈં સર્જાઇ ઘર્ષણ થયું હતું.

ભરૂચ લોકસભા ચુંટણીના ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાના પ્રચાર અર્થે ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ,પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિતના ભાજપીઓ ભરૂચના ધોળીકુઇ વિસ્તાર,વોર્ડ નંબર ૭માં પ્રચાર અર્થે ગયા હતા.જયાં સ્થાનિકોએ રોડ,રસ્તા અને પાણી સહિતના કામો ના કરાયા હોવાના આક્ષેપ સાથે પ્રચાર અર્થે ગયેલ ધારાસભ્ય સહિતની ટીમ સામે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલામાં વિકાસના નામે વોટની અપીલ કરવા ગયેલા ભાજપીઓ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીં કોઇ વિકાસ કરાયો નથી ના આક્ષેપો સાથે ભાજપીઓ સાથે તૂં-તૂં મૈ-મૈ પણ કરી તેમને ઘક્કે ચઢાવ્યા હતા. જો કે પોલીસે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો.

Next Story