ભરૂચના લિંક રોડ શ્રવણ ચોકડી નજીક આવેલ શ્રવણ વિદ્યાધામ ખાતે પૂર્વ માદ્યમિક વિભાગમાં પ્રવેશોત્સવના ભાગરૂપે વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસ પ્રારંભ માટે ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

આ યજ્ઞમાં પૂર્વ પ્રાથ્મિક વિભાગના ભૂલકાઓ અને તેમના વાલિઓએ વિશેષ હાજરી આપી હતી.આ યજ્ઞમાં વિદ્યાર્થીઓના વિદ્યાપ્રારંભની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને વિગ્યાર્થી તેના જીવનમાં વિદ્યાર્થીકાળ દરમિયાન અભ્યાસ સાથે જ્ઞાન મેળવી સારૂં જીવનઘડતર કરી શકે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. ગાયત્રી પરિવારના મિત્રોએ વિશેષ ઉપસ્થીત રહી યજ્ઞમાં પોતાની સેવા આપી હતી.આ તકે શાળાના આચાર્ય સુનિલ ઉપાધ્યાય,ભારતી પટેલ(પ્રા.વિ.),સુમન વર્મા,મા.મંત્રી વૈભવ બિનીવાલે,ટ્રસ્ટી ગણ,સિક્ષક મિત્રો,વિદ્યાર્થીઓને વિદ્યારંભ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

LEAVE A REPLY