Connect Gujarat
ગુજરાત

ભરૂચ:સીતપોણ ગામે નવ વર્ષીય બાળકને ઉપાડી જઈ ચોરી કબુલાવવા મારમરાયો

ભરૂચ:સીતપોણ ગામે નવ વર્ષીય બાળકને ઉપાડી જઈ ચોરી કબુલાવવા મારમરાયો
X

બાળકને મારમારી ચોરી કબુલાવતો વિડિયો વાયરલ

બાળકના પિતા દ્વારા કરાઇ પોલીસ ફરીયાદ

ભરૂચ ના સિતપોણ ગામ ના રહેવાસી સરફરાઝ દીવાન પોતાના પરિવાર સાથે નવી નગરી ખાતે રહે છે. ગત તારીખ ૧ એપ્રિલ ના રોજ એમનો નવ વર્ષનો છોકરો ટોફિક દીવાન રાબેતા મુજબ ગામમાંજ આવેલી સ્કૂલમાં અભ્યાસ માટે ગયો હતો.આ દરમિયાન બપોરે ત્રણ થી ચાર વાગ્યાના સમય દરમિયાન સ્કૂલમાં રીસેસ સમય દરમિયાન ટોફિક સ્કૂલ બહાર રમતો હતો તયારે ગામ નાજ રહેવાસી ઇશાક બંદલા અને ઈદ્રિસબનું નામ ના બે ઈસમો આવી ને નવ વર્ષીય ટોફિક ને ઉપાડી જય ગામ માજ આવેલા પાણીના ફિલ્ટર પ્લાન્ટ પાસે લઈ ગયા હતાં.

ત્યાર બાદ ઇશાક બંદલા અને ઈદ્રિસ બાપુ દ્વારા નાના છોકરાને ઢોર માર એક ઓરડીમાં ગોધી ને મારવામાં આવ્યું હતું.આટલા થી ન અટકતા આ બંને ઈસમો દ્વારા છોકરાનો વિડિઓ પણ પોતાના મોબાઈલ માં બાંવ્યો હતો.જે વિડિઓ માં છોકરા પાસે ચપ્પલ ચોરી ની કબૂલાત કરાવતા નજરે પડ્યા હતા. વાયરલ વિડિઓ માં નાનો બાળક રડતો નજરે પડતી હતો.

તો સાથે સાથે રડતા રડતા બાળક માફી માંગી મને જવાદો જવાદો કહી રહ્યો હતો.આ બનાવ બન્યા બાદ જ્યારે છોકરા ના પિતા સરફરાઝ ભાઈ નોકરીએ થી પરત આવતા તેમની પત્ની એ બનાવ ની જાણ એમને કરી હતી.પોતાના નવ વર્ષીય છોકરા સાથે બનેલા આ બનાવ બાદ ગભરાઇ ગયેલા સરફરાઝ ભાઈ છોકરાને લઈ તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ નવ વર્ષિય ટોફિક સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.

Next Story