ભરૂચ:હિંગલ્લા ગામે આંગણવાડીની રજૂઆતને લઈ બે જૂથ બાખડયા

- મારામારીનો વિડીયો વાઇરલ થયો
- 1 ઓગસ્ટની ઘટના બાબતે નબીપુર પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચના હિંગલ્લા ગામે તાલુકા પંચાયત કચેરીમાં આંગડવાડીમાં બાળકોને નાસ્તો બરાબર ન અપાતો હોવાની બાબતે એક જ કોમના બે જૂથ આમને સામને આવતા થયેલ મારામારીમાં બંન્નેવ જૂથોએ એક બીજા વિરૂધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.
[gallery td_gallery_title_input="ભરૂચ:હિંગલ્લા ગામે આંગણવાડીની રજૂઆતને લઈ બે જૂથ બાખડયા" td_select_gallery_slide="slide" size="large" ids="105763,105764,105765,105767,105761,105762,105766"]
ભરૂચ તાલુકામાં આવેલ હિંગલા ગામ ખાતે ની આંગણવાડી ની બહેનો બાળકોને પૂરો નાસ્તો આપતા નથી તેથી આ બાબતે ભરૂચ તાલુકા પંચાયત ના બાળ વિકાસ અધિકારી ને જઈ રૂબરૂ મળીને રજૂઆત કરતા આ બનાવના આરોપીઓ સોહેબ મહમદ કેપ્ટન, મહમદ ઈબ્રાહીન કેપટન, અયુબ ઈબ્રાહીમ કેપટન, ઉર્વેશ યુનુસ કેપટન, રઇસ વલી કેપટન, નથુર ઈબ્રાહીમ કેપટન, રૂસાના મહમદ કેપટન, હમીદા ઐયુબ કેપ્ટન તમામ રહેવાસી હિંગલા. તા. ભરૂચ તેમજ સોહેલ રહે નબીપુર ફરિયાદ હાજરાબીબી અબ્દુલ મજીદ મુસ્તફી સરપંચ ને એક સંપ થઇ માર માર્યો હોવાથી ફરિયાદ નબીપુર પોલીસ સ્ટેશન નોંધાવી હતી. જેની વધુ તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.
જયારે આ અંગે ભરૂચ શહેર એ-ડીવીઝન ખાતે પણ ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં ફરિયાદી સોહેબ મહમદ કાનજી રહે નબીપુર અબ્દુલ માનુહ દીવાન રહે હિંગલા તેમજ સઈદબાપૂ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચ તાલુકા પંચાયત પાસે તા.૧/૮/૨૦૧૯ ના રોજ બપોરે અઢી કલાકે આરોપીએ ફરિયાદીને ધાકધમકી આપી હોવાની વિગત ઉલ્લેખાઇ છે.જે અંગે ભરૂચ એ-ડિવિઝન પોલીસે તપાસ આરંભી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT