Connect Gujarat
ગુજરાત

ભરૂચ: અંકલેશ્વરનાં ભાદી ગામેથી ઝડપાયેલા જુગારધામ મામલે 9 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

ભરૂચ: અંકલેશ્વરનાં ભાદી ગામેથી ઝડપાયેલા જુગારધામ મામલે 9 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
X

ભરૂચ જિલ્લા પોલીસ વડા આર.વી ચુડાસમાએ કાર્યો હુકમ

અંકલેશ્વરના ભાદી ગામે સ્ટેટ વિજીલનસે ગત રોજ જુગારધામ પર રેડ કરી હતી. જેમા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાયી હતી. આ સમગ્ર પ્રકરણ મામલે જિલ્લા પોલીસવડાએ 9 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ તંત્રમાં ખળ ભળાટ મચી ગયો છે.

જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરેલા પોલીસ કર્મીઓમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પી.આઈ. બી.એલ.વડુકર, પી.એસ.આઈ.એ.ટી.દેશલે તેમજ અન્ય 7 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે.

સ્ટેટ વિજીલનસે કરેલી રેડમાં 19 જુગારી ઝડપાયા હતા. સાથે રૂપિયા 25.52 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો હતો. આ જુગાર રમવા માટે સુરત અને રાજપીપળા સહિતના વિસ્તારોમાંથી ખેલીઓ આવતા હતા. જેમની પાસેથી લક્ઝુરીયસ કાર પણ પોલિસ દ્વારા કબજે કરવામાં આવી છે.

Next Story
Share it