ભરૂચ: અટાલી નજીક કારને અડફેટમાં લઈ ટ્રક ચાલક ફરાર,૨નાં મોત,૨ ઘાયલ

ભરૂચ દહેજ રોડ ઉપર એક સ્વિફ્ટ કારને કોઇ ટ્રકે ટક્કર મારી ફરાર થઈ જ્તા સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તીઓના ગંભીર ઇજાઓના પગલે તેમના કરૂણ મોત નીપજયા હતા. જયારે કારમાં સવાર અન્ય બે વ્યક્તીઓને ઇજાઓના કારણે તત્કાલ સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ દહેજ રોડ ઉપર આજે વહેલી સવારે ૬ કલાક્ની આસપાસ એક મારૂતિ સ્વીફ્ટ નં.Gj-16-AP-8986ને પુર ઝડપે જતી કોઇ ટ્રકે અટાલી દહેજ રોડ ઉપર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો ખુરદો નીકળી જવા સાથે કારમાં સવાર બે વ્યક્તીઓના ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયા હતા.જયારે અન્ય બે વ્યક્તિઓને ઘાયલ હાલતમાં ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ લવાયા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલકની શોધ આરંભી આગળની કારવાહી શરૂ કરી હતી.જોકે, હજુ સુધી મૃતક સહિત ઘાયલોના નામ ઠેકાણા જાણવા મળ્યા નથી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT