ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટીંગ

ભરૂચ અને અંકલેશ્વરમાં શુક્રવારની સવારથી શરૂ થયેલો વરસાદ શનિવારે સવાર સુધીમાં તોફાની બની ગયો હતો. વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થતાં જન જીવન પ્રભાવિત થયું હતું. મુખ્ય રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. નેશનલ હાઇવે સહિતના માર્ગો પર ઝીરો વીજીબીલીટીના કારણે વાહનચાલકોને વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી હતી. ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
ભરૂચ અને અંકલેશ્વરમાં શનિવારે વહેલી સવારથી જ મેઘરાજા આક્રમક મિજાજમાં જોવા મળ્યાં હતાં. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ મુશળધાર બની જતાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયાં હતાં. કલેકટર કચેરી પાસે આવેલા અંડરપાસમાં પાણીનો ભરાવો થયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. અંકલેશ્વર શહેરમાં પણ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આમલાખાડીના જળસ્તર વધી જતાં પીરામણ ગામનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી પ્રવેશી જતાં લોકોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી.
એશિયાડ નગર વિસ્તાર તો શુક્રવારે રાતથી જ જળબંબાકાર બની ગયો છે. ચોમાસા પહેલાં પ્રીમોનસુન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ થઇ ન હોવાથી લોકોને સુવિધાના બદલે અસુવિધા જ મળતાં તેમનામાં રોષ ફેલાયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ઝીરો વીઝિબીલીટી હોવાથી રસ્તાઓ પર વાહનોને ધીમી ગતિએ હંકારવા પડી રહયાં છે અને તેમાં પણ ઠેર ઠેર પડેલા ખાડાઓ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયાં છે. જિલ્લાના અન્ય સ્થાનો પર ખાબકેલા વરસાદના આંકડા જોઇએ તો આમોદમાં ૧ મી.મી., અંકલેશ્વરમાં ૧ ઇંચ.,ભરૂચમાં ૧૮મી.મી, હાંસોટમાં ૩ ઇંચ., વાલિયા ૩ ઇંચ.વરસાદ નોંધાવા પામ્યો છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT