ભરૂચ: આહીર સમાજ દ્વારા જૂના તવરા ગામે નવચંડી યજ્ઞનું કરાયું આયોજન
BY Connect Gujarat9 Nov 2019 10:45 AM GMT

X
Connect Gujarat9 Nov 2019 10:45 AM GMT
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા શરૂ
થયેલ નવું વર્ષ સમાજ માટે ગ્રામજનો માટે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ લોકો માટે આ
વર્ષ સુખ દાઈ નીવડે દરેકને તેમના ધંધા રોજગારમાં સફળતા પ્રાપ્ત થાય તથા દરેકના
સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ હેતુથી નવચંડી યજ્ઞનું આહીર સમાજ દ્વારા તવરા પાંચ દેવી
મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું.






જેમાં સવારે ૯ કલાકે તવરા આહિર ફળિયામાંથી પાંચ દેવી
મંદિરે સુધી માતાજીની શોભાયાત્રા નીકળી હતી તથા 10:00 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો
હતો અને સાંજે 4:00 કલાકે શ્રીફળ હવન અને 6:00
કલાકે મહાપ્રસાદી તથા રાત્રે માતાજીનું જાગરણ ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો
હતો.આ પ્રસંગે જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો તથા તવરા ગામના ગ્રામજનો મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Next Story