Connect Gujarat
ગુજરાત

ભરૂચ : એલઆરડીની પરીક્ષામાં અન્યાયના મુદે ભરવાડ સમાજ આંદોલનના માર્ગે

ભરૂચ : એલઆરડીની પરીક્ષામાં અન્યાયના મુદે ભરવાડ સમાજ આંદોલનના માર્ગે
X

ભરૂચ જિલ્લા માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા માલધારી સમાજના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય બાબતે કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગીર બરડા અને નેશની અંદર રહેતા ભરવાડ, રબારી, ગઢવી અને ચારણ સમાજને સરકારે આદિવાસી અનૂસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલ છે. પરંતુ હાલની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ કલમને રદ કરી ગીર બરડામાં રહેતા ભરવાડ, રબારી, ગઢવી, ચારણ અને માલધારી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો સુર ઉઠયો છે. આ ઉપરાંત રાજયમાં લેવાયેલી એલઆરડીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે માલધારી સમાજના વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. જેનો વિરોધ આખા ગુજરાતમાં થઇ રહ્યો છે. ભરૂચ જિલ્લા માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી માલધારી સમાજને ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લા માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Next Story
Share it