ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્નીની એક સિધ્ધીથી આપ સૌ અજાણ હશો પણ અમે તમને જણાવી રહયાં છે તેમની સિધ્ધિ. વંદનાબા ચુડાસમાએ કોઇ પણ જાતની તાલીમ વિના પિસ્તલ શુટીંગમાં 2 વર્ષમાં 24 મેડલ જીત્યાં છે. છેલ્લા બે વર્ષથી તેઓ પિસ્ટલ શુટીંગમાં હાથ અજમાવી રહયાં છે. તેમણે કરી સ્વ મહેનતે ખેર પિસ્ટલ, સ્પોર્ટ્સ પિસ્ટલ (રર કેબલીર) અને શોટગનની વિવિધ ઈવેન્ટ્સમાં ડિસ્ટ્રીકટ, સ્ટેટ અને નેશનલ લેવલ તથા ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એટલું જ નહિ તેમણે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ સહિતના 24 મેડલ પણ પ્રાપ્ત કર્યા છે. તેમણે તેમના પતિ અને ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ સિધ્ધિ મેળવી છે.

વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે વેસ્ટઝોન શૂટીંગ કોમ્પીટેશન અને માવલંકર શૂટીંગ સ્પર્ધામાં ભાગ લઇ  એરપીસ્ટલ, સ્પોર્ટ્સ પીસ્ટલ તથા સીંગલ અને ડબલ ટ્રેપ શોટગન શૂટીંગની નેશનલ કોમ્પીટેશન માટે કવોલીફાય થયાં છે. તાજેતરમાં સપ્ટેમ્બર માસમાં જયપુર ખાતે રમાયેલ ર૯મી ઓલ ઈન્ડીયા જી.વી. માવલંકર શોટગન શૂટીંગ ચેમ્પીયનશીપમાં સીંગલ ટ્રેપ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો  છે. ચાલુ વર્ષે નવેમ્બર અને ડીસેમ્બર માસમાં યોજાનાર નેશનલ શૂટીંગ સ્પર્ધામાં ચાર કેટેગરી ( એર પિસ્ટલ, સ્પોર્ટ્સ પિસ્ટલ તથા સિંગલ અને ડબલ ટ્રેપ શૂટીંગ) ની સ્પર્ધા માટે તૈયારી કરી રહયાં છે. ઉલ્લેખનીય છે કે વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા ચાલુ વર્ષે ગુજરાત રાજયની સ્ટેટ લેવલની શૂટીંગની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિધ્ધી મેળવી ચુકયાં છે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here