Connect Gujarat
Featured

ભરૂચ : કલેકટર કચેરી ખાતે ચારથી વધારે લોકોના એકત્ર થવા પર પાબંધી, વાંચો શું છે કારણ

ભરૂચ : કલેકટર કચેરી ખાતે ચારથી વધારે લોકોના એકત્ર થવા પર પાબંધી, વાંચો શું છે કારણ
X

કોરોનાના મહામારી વચ્ચે પણ ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્રો આપવા તથા અન્ય રજુઆતો માટે અરજદારો ઉમટી પડતાં હોય છે. કલેકટર કચેરી ખાતે ભીડ એકત્ર થતી રોકવા માટે ચારથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.


ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે કલેકટર કચેરીમાં વધુ પ્રમાણમાં લોકોને ભેગા ન થવા તેમજ રેલી સરઘસ તથા જિલ્લા કલેકટર કચેરી સંકુલમાં ભૂખ હડતાલ કે ધરણા સહિતા કાર્યક્રમો ન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે ભરૂચ જિલ્લાના નવ તાલુકાના લોકો વિવિધ સમસ્યાઓને લઈ આવેદનપત્રો પાઠવવામા ઉમટી પડતા હોય છે. આ ઉપરાંત કર્મચારીઓ પણ કલેકટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરતાં હોય છે. વધારે સંખ્યામાં લોકો એકત્ર થતાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણનો ભય રહેલો છે. આવા સંજોગોમાં જિલ્લા અધિક મેજીસ્ટેટ જે.ડી.પટેલ એ મળેલી સત્તાની રૂએ આજથી આગામી 3 ફેબ્રુઆરી સુધી ભરૂચ કલેકટર કચેરીમાં ચારથી વધુ લોકો ભેગા થઇ શકે નહિ અને થશે તો જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવશે. ભરૂચ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓને જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે..

Next Story