Top
Connect Gujarat

ભરૂચ કેબલ બ્રિજ પર કાર્યરત ટોલબુથનો ઉગ્ર વિરોધ કરતુ જિલ્લા કોંગ્રેસ

ભરૂચ કેબલ બ્રિજ પર કાર્યરત ટોલબુથનો ઉગ્ર વિરોધ કરતુ જિલ્લા કોંગ્રેસ
X

ભરૂચ કેબલ બ્રિજ પર નવરાત્રીના પ્રથમ દિવસ થી જ ટોલબુથ કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, યુથ કોંગ્રેસના હોદ્દેદારો, સભ્યો સહિત મહિલા કાર્યકર્તા દ્વારા કેબલ બ્રિજનાં ટોલબુથ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ, અને ચક્કાજામ કરીને કેન્દ્રની ભાજપ સરકાર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.જોકે પોલીસ દ્વારા આ તબક્કે ટોલ ટેક્સનો વિરોધ કરવા ગયેલા કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતુ કે બ્રિજનું નિર્માણ ઇપીસી ધોરણે કરવામાં આવ્યું છે, તેમછતાં ભાજપની સરકાર દ્વારા ખોટી રીતે વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને આવનાર સમયમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story
Share it